આઇશરમાં સવાર 20 મજૂરો ઈજાગ્રસ્ત જ્યારે 4 જેટલા મજૂરોની હાલત નાજુક
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
પાટડી તાલુકાના ખેરવાથી ઝેઝરી ગામ તરફ જતા રોડ પર ગોધરાથી મજૂરો કામ અર્થે લઈ આવેલ મજૂરોની આઇશર પલ્ટી થઈ ગઈ હતી જેમાં 20થી વધુ મજૂરોને સામાન્ય ઈજા પહોંચી હતી જ્યારે 4 જેટલા મજૂરોને ગંભીર ઇજા પહોચતા તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત મજૂરોને તત્કાલિક રિફર કરાયા હતા આ તરફ મજૂરો ભરેલ આઇશર પલ્ટી થઈ જતા મજૂરોના કપડાં સહિતની ચીજવસ્તુઓ રોડ પર પડેલી જીવ મળી હતી આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા જ હોસ્પિટલ ખાતે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.