’ખાસ-ખબર’ ના અહેવાલ બાદ હળવદ નગરપાલીકા તંત્ર સફાળું જાગ્યું
જોખમી હોર્ડિંગ્સ લગાવનાર સામે નોટીસ ઈશ્યુ કરીને કાયદાકીય પગલા લેવાશે: ચીફ ઓફિસર
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ શહેરની સરા ચોકડીએ છેલ્લા એક માસથી હોર્ડિંગ્સ લગાવવાની કામગીરી ચાલી રહી હતી જે હોર્ડિંગ્સ રાહદારીઓ માટે જોખમી હોવાનો અહેવાલ ’ખાસ-ખબર’ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા બાદ નગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું અને નગરપાલિકાનાં ચીફ ઓફિસરે સ્થળ ચકાસણી કરીને જોખમી હોર્ડિંગ્સ લગાવનારને નોટિસ ઈશ્યુ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ જાહેર જનતાને નુકસાન પહોંચાડે તેવા હોર્ડિંગ્સ બાબતે પોલીસને અવગત કરી આઈપીસી કલમો હેઠળ ગુનો દાખલ કરવા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ચીફ ઓફીસરે જણાવ્યું હતું.
હળવદ શહેરની સરા ચોકડીએ આશરે 30 ફુટ ઉંચા જોખમી હોર્ડિંગ્સ લગાવવાની કામગીરી ચાલી રહી હતી જે હોર્ડિંગ્સ જોખમી હોવાનો અહેવાલ ’ખાસ-ખબર’ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા નગરપાલિકા તંત્ર આખરે જાગ્યું હતું અને નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજભાઈ બારોટે સ્થળ ચકાસણી કરીને હોર્ડિંગ્સ લગાવનાર અને તેના માલિક સામે નોટિસ ઈશ્યુ કરવાની તજવીજ હાથ ધરી હતી. આ અંગે ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જોખમી હોર્ડિંગ્સ જાહેર જનતાને નુકસાન પહોંચાડે તેવા હોવાથી પોલીસને અવગત કરવામાં આવી છે અને આઈપીસી અંતર્ગત જે કલમો હેઠળ ગુનો નોંધવો પડે તેની કાર્યવાહી પણ કરવામાં આવશે.