પ્રાંત અધિકારી દ્વારા ઝૂંપડામાં રહેતા સલાટ પરિવારોની વેદના સાંભળી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
રાજ્ય સરકારની તમામ યોજના ગરીબ અને અશિક્ષિત પરિવારો સુધી પહોંચે તે માટે ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા કુંભારા ગામે ઝૂંપડામાં વસતા પરિવારોને મુલાકાત લીધી હતી આ વિચરતી વિમુક્ત જાતિના પરિવારો મોટાભાગે મજૂરી કામ કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે જેથી તેઓ અભ્યાસક્રમો પણ ખૂબ જ પાછળ અને અશિક્ષિત હોવાથી પ્રાંત અધિકારી દ્વારા આ પરિવારોના ઝૂંપડા સુધી જઈ તેઓને રાજ્ય સરકારની યોજના અને પોતાના દસ્તાવેજી પુરાવા જેમ કે આધાર કાર્ડ, રેશનકાર્ડ, ચૂંટણી કાર્ડ સહિતના નાગરિક હોવાના પુરાવા માટે એક ખાસ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે ગરીબ પરિવારોને સરકારની કોઇપણ આર્થિક અને સામાજિક યોજનાનો લાભ મળે તે માટેના પ્રયત્નો પણ હાથ ધરાયા હતા.



