સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે જણાવ્યું કે, તેમણે વિદેશી હૂંડિયામણના ઉલ્લંઘનના કેસમાં BBC ઇન્ડિયા વિરુદ્ધ કેસ નોંધ્યો
વિદેશી ફંડિંગ મામલે BBC પર EDની મોટી કાર્યવાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે જણાવ્યું કે, તેમણે વિદેશી હૂંડિયામણના ઉલ્લંઘનના કેસમાં BBC ઇન્ડિયા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ભારતમાં બીબીસી વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહી પહેલીવાર થઈ છે.
- Advertisement -
આ વર્ષે ફેબ્રુઆરી 2023માં આવકવેરા વિભાગના અધિકારીઓએ દિલ્હીમાં બીબીસી ઓફિસ પર દરોડા પાડ્યા હતા અને તેનાથી સંબંધિત દસ્તાવેજોની પણ તપાસ કરી હતી. આ બાબતે સત્તાવાર નિવેદન આપતા આવકવેરા વિભાગે કહ્યું હતું કે, તેઓ FDI ઉલ્લંઘનના કેસમાં BBCની તપાસ કરશે. આ સંબંધમાં આજે ED એ બીબીસી પર ફોરેન એક્સચેન્જ વાયોલેશન એક્ટ (ફેમા ફંડિંગ અનિયમિતતા) હેઠળ કેસ નોંધ્યો છે.
Enforcement Directorate has filed a case against BBC under Foreign Exchange Management Act for irregularities in foreign funding: ED pic.twitter.com/NSsv4zoZW5
— ANI (@ANI) April 13, 2023
- Advertisement -
શું છે સમગ્ર મામલો ?
આવકવેરા વિભાગે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં બીબીસી પર સર્વે કર્યો હતો, જ્યારે આવકવેરા વિભાગે બીબીસીની દિલ્હી ઓફિસમાં એક સર્વે હાથ ધર્યો હતો, ત્યારે આવકવેરા વિભાગની વહીવટી સંસ્થા સીબીડીટીએ જણાવ્યું હતું કે, ભારતમાં કાર્યરત વિવિધ બીબીસીની વિવિધ સંસ્થાઓ તરફથી રજૂ કરવામાં આવેલ આવક અને નફાના આંકડા તેમની કામગીરી સાથે સુસંગત નથી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, EDએ કંપનીના કેટલાક અધિકારીઓને FEMA હેઠળ સંસ્થા સાથે સંબંધિત દસ્તાવેજો અને નિવેદનો ફાઇલ કરવા માટે પણ કહ્યું છે. જોકે, સમાચાર લખાય છે ત્યાં સુધી બીબીસીએ આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
બીબીસીની વેબસાઈટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, તે એક સ્વતંત્ર જાહેર પ્રસારણકર્તા છે જે વિશ્વભરમાં માહિતીનું પ્રસારણ કરે છે. તેની સ્થાપના યુકેના રોયલ ચાર્ટર દ્વારા કરવામાં આવી છે. તાજેતરમાં તેણે ગુજરાત રમખાણો પર એક વિવાદાસ્પદ દસ્તાવેજી પ્રસારિત કરી. જેને ભારત સરકારે પોતાની સાર્વભૌમત્વ પર હુમલો ગણાવીને દેશભરમાં પ્રતિબંધિત કર્યો હતો.