10 કોચિંગ કલાસમાં 42 કરોડ ૠજઝની ચોરી
18 ટકા ૠજઝ ભરવો ન પડે તે માટે કલાસ સંચાલકો પાકી પહોંચ નહોતા આપતા
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતના 13 કોચિંગ કલાસના 54 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા દરોડાના 43 કરોડની જીએસટીની ચોરી પકડી પાડવામાં આવી હતી. તેની પાસેથી 6 કરોડ જીએસટી ના લેણી રકમ કાઢવામાં આવી છે તેની સામે 1.85કરોડની વસૂલાત કરી લેવામાં આવી હોવાનું રાજ્ય જીએસટી વિભાગ દ્રારા જાહેર કરવામાં આવ્યું છે.કોચિંગ કલાસ સેવા પર સરકાર 18 ટકા જીએસટી છે. આ કર ચોરીમાં વિધાર્થીઓ પાસેથી કોચિંગ કલાસીસની ઉઘરાવવામાં આવતી ફી, હિસાબી સાહિત્યમાં ઓછી દર્શાવી, પાકી પહોંચ ન આપી, અથવા તો ઓછી રકમની પાવતી આપી મેળવેલ રકમ, જીએસટી પત્રકમાં ઓછી દર્શાવી જીએસટીની ચોરી કરવામાં આવતી હતી.
રાજ્યમાં કોચિંગ કલાસીસ ચલાવતા એકમો ઉપર દસમીએ જીએસટી વિભાગ દ્વારા સાગમટે દરોડા પાડવામાં આવ્યા હતા.સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરાવતા કલાસીસ ધોરણ-10 અને 12ના બોર્ડ નું કોચિંગ કલાસીસ પર પડેલા દરોડામાં 42 કરોડના બેહિસાબી વ્યવહારો પકડી પાડવામાં આવ્યા છે.