ગેમિંગ-સટ્ટાબાજી કેસમાં EDએ અભિનેતા રણબીર કપૂરને સમન્સ મોકલ્યુ છે જેને લઈને બોલિવૂડ એક્ટર રણબીર કપૂરની મુશ્કેલીમાં વધારો થયો છે.
બોલીવુડ એક્ટર રણબીર કપૂર સામે મુશ્કેલીનો મોટો પહાડ ઉભો થયો છે. ઈડીએ રણબીર કપૂરને સમન્સ મોકલતા ચર્ચા જાગી છે. મહત્વનું છે કે મહાદેવ ગેમીંગ બેટિંગ કેસમાં રણબીર કપૂરનું નામ ઉછળ્યું છે. હવે મહાદેવ ગેમિંગ મુદ્દે પૂછપરછ હાથ ધરાશે, વધુમાં ટાઇગર શ્રોફ સહિત અન્ય કલાકારો પણ રડારમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
- Advertisement -
આ મામલામાં માત્ર રણબીર કપૂર જ નહિ પરંતુ આતિફ અસલમ, રાહત ફતેહ અલી ખાન, અલી અસગર, વિશાલ દદલાની, ટાઈગર શ્રોફ, નેગા કક્કર, ભારતી સિંહ, એલી અવરામ, સની લિયોન, ભાગ્યશ્રી, પલકિત સમ્રાટ, કીર્તિ ખરબંદા, નુસરત ભરૂચા અને કૃષ્ણા સહિત 15-20 વધુ સેલેબ્સ પણ EDના રડાર પર હોવાનું જણાઇ રહ્યું છે.
સમજો સમગ્ર પ્રકરણ
મહત્વનું છે કે ‘મહાદેવ ગેમિંગ-બેટિંગ’ એક ઓનલાઈન સટ્ટાબાજીનું પ્લેટફોર્મ છે.જેના પ્રમોટર સૌરભ ચંદ્રાકરના ફેબ્રુઆરી માસમાં સંયુક્ત આરબ અમીરાતમાં લગ્ન થયા હતા. આ લગ્ન પ્રસંગમાં 200 કરોડ ઉપરાંતનો ખર્ચ કરાયો હતો. આ ભભકાદાર લગ્ન સમારોહ લગ્નનો વીડિયો ભારતીય એજન્સીઓના હાથે લાગ્યા બાદ લગ્નમાં પરફોર્મ કરવા માટે આમંત્રિત તમામ સેલેબ્સ પણ રડાર પર આવી ગયા છે. જેની પૂછપરછ કરાશે.