છતીસગઢમાં મુખ્યમંત્રી બધેલના નજીકના અધિકારીઓ તથા વ્યાપારી સંડોવાયા
ભાજપના નેતા અભિષેક ઝા ઝપટમાં: કેરળમાં કોંગ્રેસના પ્રમુખની પુછપરછ
- Advertisement -
એન્ફોર્સમેન્ટ વિભાગે આજે છતીસગઢ, ઝારખંડ તથા કેરળમાં દરોડા શરુ કર્યા છે. જેમાં છતીસગઢમાં કોંગ્રેસ શાસનના મુખ્યમંત્રી ભુપેશ બધેલના એક નજીકના ગણાતા વ્યક્તિઓને ત્યાં દરોડા શરુ થયા છે. મુખ્યમંત્રીના રાજકીય સલાહકાર વિનોદ વર્મા અને ઓફીસર ઓન સ્પેશ્યલ ડયુટી મનીષ બંછોર, આશીષ વર્મા અને તેની સાથે જોડાયેલા એક વ્યાપારી વિજય ભાટીયાના રાયપુર તથા ભીલાઈ સહિતના નિવાસ અને ઓફિસોમાં દરોડા પાડવામાં આવ્યા છે.
સીબીઆઈની ટીમો અલગ અલગ રીતે પહોંચી હતી. રાજયમાં શરાબ તથા કોલ ટ્રાન્સપોર્ટ ગેરરીતિ અંગે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અગાઉ જ સીબીઆઈએ તેમાં લગભગ એક ડઝન જેટલા લોકોની ધરપકડ કરી હતી. કોલસા ટ્રાન્સપોર્ટ પ્રકરણમાં સીએમ ઓફિસના અધિકારી સૌમ્યા ચોરસીયા તથા રાયગઢના કલેકટર આઈ.એસ.રાનુ સહિત અનેક અધિકારીઓ આ સંદર્ભમાં હાલ જેલમાં છે તો બીજી તરફ ઝારખંડમાં પણ ઈડીએ રાંચી, દેવધર તથા ડુમકામાં દરોડા પાડયા છે.
આ રાજયમાં પણ શરાબના કારોબારી યોગેન્દ્રની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈની ટીમ ઝારખંડમાં 20 જેટલા સ્થળોએ દરોડાનો દોર ચલાવી રહી છે જેમાં રાજયના નાણામંત્રી ડો. રામેશ્ર્વર ઉરાવ તેમના પુત્ર રોહિત તથા શરાબના વેપારીઓ સહિતની સામે તપાસ ચાલુ છે તો કેરળમાં પણ નકલી પુરાતત્વ વસ્તુઓના ગોટાળામાં રાજય કોંગ્રેસના પ્રમુખ તથા કન્નુરના સાંસદ સુધાકરનની પણ પુછપરછ કરવામાં આવી રહી છે.
- Advertisement -
આજે સવારે કોચીમાં તેમને ઈડીની ઓફિસે બોલાવવામાં આવ્યા છે. રૂા.100 કરોડના આ ગોટાળામાં માર્કસવાદી સામ્યવાદી પાર્ટી સંચાલીત એક સહકારી બેંક મારફત આ ગોટાળા થયા છે.