ખાસ-ખબર સંવાદદાતા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઊઉ)ની ટીમ ઈંગકઉ નેતા અને પૂર્વ ધારાસભ્ય દિલબાગ સિંહના ઘર પર દરોડા પાડી રહી છે. આ દરમિયાન ઊઉએ દિલબાગ સિંહના ઘરેથી કુબેરનો ખજાનો કબજે કર્યો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન ઊઉએ કરોડો રૂપિયાનો વિદેશી દારૂ પણ જપ્ત કર્યો છે.
માહિતી અનુસાર, દિલબાગ સિંહ અને તેના સહયોગીના પરિસરમાંથી 5 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી, જેની ગણતરી હજુ પણ ચાલુ છે. ચલણી નોટોના બંડલ ઉપરાંત ગેરકાયદેસર વિદેશી બનાવટના હથિયારો, 100થી વધુ દારૂની બોટલો અને અન્ય સામગ્રી સહિત ભારત અને વિદેશમાં અનેક મિલકતો મળી આવી છે.
ઉલ્લેખનીય છે કે, ઊઉ દિલબાગ સિંહ વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે. ઊઉએ ગઈકાલે હરિયાણાના કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પંવાર અને પૂર્વ આઈએનએલડી ધારાસભ્ય દિલબાગ સિંહ અને કેટલાક અન્ય લોકોના ઘરે ગેરકાયદેસર ખાણકામ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દરોડા પાડ્યા હતા.
બે નેતાઓના 20 ઠેકાણા પર સર્ચ ઓપરેશન
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ યમુનાનગર, સોનીપત, મોહાલી, ફરીદાબાદ, ચંડીગઢ અને કરનાલ બંને રાજનેતાઓ અને સબંધિત સંસ્થાઓના 20 ઠેકાણા પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પંવારનો હરિયાણા અને રાજસ્થાનમાં ખાણકામનો વ્યવસાય છે. આ મામલે ઊઉ પાસે ગેરરીતિની ફરિયાદ પહોંચી હતી જેમાં ઊઉએ હવે તપાસ હાથ ધરી છે. ધારાસભ્ય સુરેન્દ્ર પંવાર પણ પોતાના નિવાસસ્થાને હાજર છે. દરોડા દરમિયાન કેન્દ્રીય સુરક્ષા દળના જવાનોને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે.