બોલીવુડ એકટ્રેસ નોરા ફતેહી કથિક કોનમેન સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ ચાલી રહેલા કેસમાં ઈડીના નિશાન પર છે. નોરા ફતેહી શુક્રવારે 200 કરોડ રૂપિયાના મની લોન્ડ્રીંગ તપાસ સંબંધીત પોતાનું નિવેદન નોંધાવવા માટે ઈડી સમક્ષ રજુ થઈ હતી. પાંચ કલાક બાદ ઈડી ઓફિસથી નીકળ્યા બાદ જયારે પત્રકારોએ નોરા ફતેહીને પૂછયું કે શું તેને સુકેશ ચંદ્રશેખર તરફથી કોઈ ગિફટ મળી છે? તો નોરા ફતેહીએ ‘ના’ જવાબ આપ્યો.
નોરાએ કબુલ્યુ હતું એ પ્રમાણે ડિસેમ્બર 2020માં સુકેશની પત્ની લીના મારિયા પૌલના આમંત્રણથી તે એક ફાઈવસ્ટાર હોટેલમાં ચેરીટી કાર્યક્રમમાં હાજર રહી હતી તે સમયે ઈવેન્ટમાં તેને મોંઘુ બેગ અને આઈફોન ગિફટ કરાયા હતા. નોરાના કહેવા પ્રમાણે તે ઈવેન્ટમાં હાજર રહેવાની ફી ન લેવાના બદલામાં તેને ગિફટ રૂપે કાર-આઈફોન અને પર્સ આપવામાં આવે. આથી જ તેને ગિફટ આપવામાં આવી.