ખાસ-ખબર સંવાદદાતા
પૈસાના બદલે સવાલ પૂછવાના મામલે સાંસદ પદ ગુમાવી ચુકેલી ઝખઈની નેતા મહુઆ મોઇત્રાની મુશ્કેલી વધી ગઈ છે. ઊઉએ મહુઆને 19 ફેબ્રુઆરીએ એજન્સીની સામે હાજર થવા માટેનું સમન પાઠવ્યું છે. ઊઉએ વિદેશી મુદ્રા ઉલ્લંઘન મામલે મહુઆને પૂછપરછ માટે બોલાવ્યાં છે. ગત વર્ષે ભાજપ સાંસદ નિશિકાંત દુબએ મહુઆ મોઇત્રા પર મોંઘી ગિફ્ટ્સ અને પૈસા લેવાના બદલામાં બિઝનેસમેન દર્શન હીરાનંદાનીના ઈશારે અદાણી જૂથ અને વડાપ્રધાન મોદીને ટાર્ગેટ બનાવવા માટે લોકસભામાં સવાલ પૂછવાનો આરોપ લગાવ્યો હતો. મહુઆ પર રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમજૂતી કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. જે બાદ આ મામલો એથિક્સ કમિટી સમક્ષ મોકલી દેવાયો હતો જ્યાં મહુઆ દોષી જાહેર થઈ હતાં. જે બાદ મહુઆને લોકસભામાંથી બરતરફ કરી દેવાયા હતાં. મહુઆને સમન મોકલવાના મામલે ઊઉ સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે- ઊઉએ ઝખઈના નેતા મહુઆ મોઇત્રાને ફેમા ઉલ્લંઘન મામલે 19 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા છે.