અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુ્દ્રાની મુશ્કેલીમાં વધારો થયો છે. હવે ઇડીએ રાજકુંદ્રા સામે મની લોન્ડરીંગનો કેસ પણ દાખલ કર્યો છે. ત્યાર પછી તેમને પૂછતાછ માટે પણ બોલાવવામાં આવી શકે છે. કુંદ્રાની સામે આ કેસ મુંબઇ પોલીસની પ્રાથમિકીના આધારે દાખલ કરવામાં આવ્યો છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓ પોનોગ્રાફી એપ ચલાવતા હતા. એવામાં રાજ કુંદ્રા અને તેમના બીજા આરોપીઓની સામે ઇડી તેમના નાણાકિય વ્યવહારોની પણ તપાસ કરી શકે છે.
- Advertisement -
મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચ રાજ કુંદ્રાએ પોનોગ્રાફી કેસમાં 20 જુલાઇના ઘરપકડ કરવામાં આવી હતી. રાજ કુંદ્રાની ધરપકડ પહેલા મુંબઇ પોલીસએ ફેબ્રુઆરીમાં પાંચ લોકોની ધરપકડ કરી હતી. ઉલ્લખનીય છે કે રાજ કુંદ્વાની સાથે 11 બીજા લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા.
Maharashtra | ED (Enforcement Directorate) has registered a money laundering case against businessman Raj Kundra in connection with the pornography case, Mumbai Police also registered a case against him in 2021.
— ANI (@ANI) May 19, 2022
- Advertisement -
જમાનત પર રાજ કુંદ્રા
મીડિયા રિપોર્ટ અનુસાર, ઇડીએ રાજ કુંદ્રાની સામે છેલ્લા અઠવાડિયે કેસ દાખલ કર્યો છે, જેમાં ઇડી કેટલાીક દિવસો પછી આ કેસમાં જોડાયેલા લોકોની તપાસ કરી રહી છે. રાજ કુંદ્રાની સામે કથિત રૂપે હોટશોટ્સ નામથી મોબાઇલ એપ દ્વારા અશ્લીલી બનાવવા અને તેમને સર્કુલેટ કરવાનો આરોપ છે. હવે રાજ કુંદ્રા પોનોગ્રાફીથી જોડયેલા કેસોમાં જમાનત ચાલી રહી છે.