અમે ભારત સરકારના “રાષ્ટ્રીય હિતોને” આગળ ધપાવવાની વિદેશ નીતિ માટે “અત્યંત સન્માન” ધરાવીએ છીએ: સેર્ગેઈ લવરોવ
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન આ વર્ષના અંતમાં ભારતની મુલાકાત લે તેવા સંકેત છે. આ અંગે બંને દેશો વચ્ચે પ્લાનિંગ ચાલી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્ર દરમિયાન રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે પણ આ વાતની પુષ્ટિ કરી હતી. તેમણે યુએનજીએના 80મા સત્રને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ‘રશિયાના પ્રમુખ ડિસેમ્બરમાં ભારતની મુલાકાત લેશે. આ મુલાકાત અંગે ભારત સાથે ચર્ચા ચાલી રહી છે.’
- Advertisement -
રશિયાના વિદેશ મંત્રીએ ભારત સાથેના સંબંધો અંગે શું કહ્યું?
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે ભારત-રશિયા સંબંધો વિશે વાત કરી. તેમણે કહ્યું કે, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની નવી દિલ્હી મુલાકાત આ વર્ષે ડિસેમ્બરમાં આયોજન કરવામાં આવી રહી છે. અમારી પાસે ખૂબ જ વ્યાપક દ્વિપક્ષીય એજન્ડા છે, જેમાં વેપાર, લશ્કરી, તકનીકી સહયોગ, એઆઈ, નાણાં, માનવ બાબતો અને આરોગ્યસંભાળનો સમાવેશ થાય છે.’
રશિયાનું તેલ આયાતના પ્રશ્ન અંગે સેર્ગેઈ લાવરોવે શું કહ્યું?
- Advertisement -
ઉલ્લેખનીય છે કે રશિયાના તેલ આયાત કરવા બદલ ભારત પર લાદવામાં આવેલા બીજા અમેરિકાના પ્રતિબંધો અંગેના સવાલના જવાબમાં, રશિયન વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, ‘બંને દેશો વચ્ચેની આર્થિક ભાગીદારી કોઈ જોખમમાં નથી. ભારતીય વડાપ્રધાન અને વિદેશ મંત્રીએ સ્પષ્ટતા કરી છે કે ભારત પોતાના ભાગીદારો પસંદ કરે છે.’
“હમણાં જ, વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન ચીનમાં SCO સમિટમાં તિયાનજિનમાં મળ્યા હતા. અને ડિસેમ્બરમાં પુતિનની નવી દિલ્હીની મુલાકાતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમારી પાસે ખૂબ જ વ્યાપક દ્વિપક્ષીય એજન્ડા, વેપાર, સૈન્ય, ટેકનિકલ સહયોગ, નાણા, માનવતાવાદી બાબતો, આરોગ્યસંભાળ, ઉચ્ચ તકનીકી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આંતરરાષ્ટ્રીય કોર્સ અને BRICS સ્તરે નજીકના અભ્યાસક્રમો છે. દ્વિપક્ષીય રીતે…”