AI અને સોના-ચાંદીનો ઉલ્લેખ, GDP 6.8થી 7.2% રહેવાનું અનુમાન
સરકારની ઓળખ રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મ, યુરોપિયન બજાર ખૂલવાથી મેન્યુફેક્ચરર માટે તકો: PM મોદી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ગુરુવારે પ્રશ્ર્નકાળ પૂર્ણ થયા બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આર્થિક સર્વે રજૂ કર્યો. નાણાકીય વર્ષ 2027 માટે ભારતના ૠઉઙ ગ્રોથનો અપર રેન્જ અંદાજ 7.2% છે અને લોઅર રેન્જ અંદાજ 6.8% લગાવવામાં આવ્યો છે. ૠઉઙમાં તેજી પાછળ મજબૂત સ્થાનિક માંગને મુખ્ય પરિબળ માનવામાં આવે છે. તેમજ, પહેલીવાર, આર્થિક સર્વેક્ષણમાં અઈં પર એક અલગ ચેપ્ટર છે, જેનો અર્થ એ છે કે સરકાર આગામી દિવસોમાં સંપૂર્ણપણે નવી ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહી છે.
આ વર્ષે, આર્થિક સર્વેક્ષણમાં કુલ 16 પ્રકરણો છે. અઈં માટે એક અલગ પ્રકરણ રાખવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2027 માટે ૠઉઙ ગ્રોથનો અપર રેન્જનો અંદાજ 7.2 ટકા છે અને લોઅર રેન્જનો અંદાજ 6.8 ટકા છે. આર્થિક સર્વેમાં ખાસ કરીને સોના અને ચાંદીનો ઉલ્લેખ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વર્ષનો આર્થિક સર્વે રજૂ કર્યો.
18મી લોકસભાના બજેટસત્રના બીજા દિવસે પીએમ મોદીએ કહ્યું, ‘નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનાં પ્રથમ મહિલા નાણામંત્રી છે, જે સતત નવમી વખત સંસદમાં બજેટ રજૂ કરશે. બજેટસત્ર ખૂબ જ સકારાત્મક રીતે શરૂ થયું છે.’
મોદીએ કહ્યું, એક આત્મવિશ્ર્વાસપૂર્ણ ભારત આશાનું કિરણ અને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે એક કરાર થયો છે. મને વિશ્ર્વાસ છે કે ભારતીય મેન્યુફેક્ચરર આ તકનો ઉપયોગ તેમની ક્ષમતાઓને વિસ્તૃત કરવા માટે કરશે.
પીએમ મોદીએ ગુરુવારે કહ્યું, ‘અમારી સરકારની ઓળખ રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મ રહી છે. હવે અમે રિફોર્મ એક્સપ્રેસ પર આગળ વધી રહ્યા છીએ.’ રાષ્ટ્રપતિએ સત્રની શરૂઆતમાં સાંસદો પાસેથી પોતાની અપેક્ષાઓ વ્યક્ત કરી. મને ખાતરી છે કે સાંસદો તેને ગંભીરતાથી લેશે. તેમણે કહ્યું હતું કે આ સત્ર ખૂબ જ મહત્ત્વપૂર્ણ સત્ર છે. 21મી સદીનો એક ક્વાર્ટર વીતી ગયો છે. આ બીજા ક્વાર્ટરની શરૂઆત છે.
2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે મહત્ત્વપૂર્ણ 25 વર્ષ શરૂ થઈ ગયાં છે. એક દિવસ પહેલાં બુધવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સેન્ટ્રલ હોલમાં બંને ગૃહોને સંયુક્ત રીતે સંબોધન કર્યુ હતું.
18મી લોકસભાના બજેટસત્રનો ગુરુવારે બીજો દિવસ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ 2026-27 રજૂ કરશે. આ પહેલાં આજે સંસદમાં ઇકોનોમિક સર્વે રજૂ કરવામાં આવશે.
લોકસભામાં 9 બિલ પેન્ડિંગ છે, જેમાં વિકસિત ભારત શિક્ષણ અધિષ્ઠાન વિધેયક 2025, પ્રતિભૂતિ બજાર સંહિતા 2025 અને સંવિધાન (129મો સુધારો) વિધેયક 2024 સામેલ છે. આ બિલોની હાલમાં સંસદીય સ્થાયી અથવા પ્રવર સમિતિઓ તપાસ કરી રહી છે.



