જાણો ઔષધીય ગુણોથી ભરપૂર મીઠા લીમડાના પાનના ફાયદા
લીમડાના પાન
ભારતીય રસોડામાં સામાન્ય રીતે વઘારમાં ઉપયોગી એવા લીમડાના પાન સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે. તેને નિયમિત ખાવાથી શરીરમા આયર્ન, કૅલ્શિયમ અને અનેક જરૂરી ખનિજ મળે છે. વાળની વૃદ્ધિ માટે અને હૃદયના સ્વાસ્થ્ય માટે પણ તે ખૂબ લાભકારી છે.
- Advertisement -
એન્ટિ-ડાયાબિટીક ગુણધર્મો
લીમડાના પાનમાં બ્લડ સુગર લેવલ કંટ્રોલ રાખવા માટેના ગુણ હોય છે. તે હાઈપોગ્લાયકેમિક અસરને ઘટાડવામાં મદદ કરે છે. ફાઇબરથી સમૃદ્ધ એવા લીમડાના પાન ખાવાથી શરીરમાં બ્લડ સુગર લેવલ વધતું નથી.
વાળ માટે ફાયદાકારક
લીમડાના પાન ખાવાથી નવા વાળ ઉગવાની પ્રક્રિયા ઝડપથી થાય છે. સફેદ વાળની સમસ્યા દૂર કરવામાં અને વાળને કુદરતી રીતે કાળા રાખવામાં પણ લીમડાના પાન મદદરૂપ છે. ડેન્ડ્રફથી લઈને વાળની જડને મજબૂત કરવા સુધીની દરેક સમસ્યા લીમડાના પાન દૂર કરે છે. તમે ઈચ્છો તો લીમડાના પાન અને નાળિયેર તેલ મિક્સ કરીને વાળમાં લગાવી શકો છો.
વજન ઘટાડવા માટે ખાસ ઉપયોગી
લીમડાના પાનમાં કાર્બિમાઝોલ આલ્કલોઇડ્સ નામના સંયોજકો હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. તે કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમા રાખે છે. લીમડાના પાનથી સારા કોલેસ્ટ્રોલ (HDL)ને વધારવામાં અને ખરાબ કોલેસ્ટ્રોલ (LDL)ને ઘટાડવામાં ખાસ લાભ મળે છે.
- Advertisement -
આંતરડાને સ્વસ્થ રાખે
આંતરડા સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં લીમડાના પાન ફાયદાકારક છે. તે પાચનતંત્ર અને ગટ હેલ્થ સુધારવામા મદદ કરે છે, જેના કારણે આંતરડા સંબંધિત સમસ્યાઓ ઓછી થાય છે અને પાચનક્રિયા સુધારે છે. ખાલી પેટ લીમડાના પાનનું સેવન કરવું લાભદાયક છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે
લીમડાના પાન ઇમ્યુનિટી વધારવા માટે પણ ઉત્તમ છે. આયુર્વેદમાં તેને અમૃત પાન કહેવાય છે. તે શરીરમાંથી ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઘટાડે છે, જેથી માનસિક સ્વાસ્થ્ય, કોલેસ્ટ્રોલ અને કિડની સંબંધિત બીમારીઓ દૂર રહે છે.
આ રીતે કરો લીમડાના પાનનો ઉપયોગ
લીમડાના પાન ખાવાનો શ્રેષ્ઠ સમય સવારે માનવામાં આવે છે. સવારે કઈ જ ખાધા વગર વાસી મોઢે લીમડાના પાન ચાવીને ખાવા જોઈએ. આ રીતે ખાવાથી તે શરીરને અનેક લાભ આપે છે. લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તેનો ઉકાળો બનાવીને પણ પી શકાય છે.