ચૈત્ર નવરાત્રીએ હિન્દુઓના મુખ્ય તહેવારોમાંનો એક છે. હાલમાં ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે અને આ દરમિયાન મોટાભાગના લોકો 9 દિવસના ઉપવાસ રાખે છે. એવામાં, જો તમે પણ આ 9 દિવસ ઉપવાસ કરી રહ્યા છો, તો કેટલીક એવી વસ્તુઓનું સેવન કરો જેનાથી દિવસભર એનર્જી જળવાઈ રહેશે અને નબળાઈ પણ ન આવે.
1. સાબુદાણા
- Advertisement -
સાબુદાણા શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે અને તેથી જ ઉપવાસ દરમિયાન સાબુદાણા ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. સાબુદાણા ખાવાથી પેટ ભરેલું રહે છે, એટલું જ નહીં નબળાઈ પણ આવતી નથી. એવામાં તમે સાબુદાણાની ખીર, વડા અને ખીચડીનું સેવન કરી શકો છો. જે માત્ર સ્વાદમાં જ સારી નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
2. મખાના
જો તમે નવરાત્રીના ઉપવાસ દરમિયાન વધુ કામ કરવાનું રહેતું હોય તો તમારે તમારા આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જે તમને દિવસભર એનર્જી આપે. આ માટે તમે મખાનાને તમારા આહારમાં સામેલ કરી શકો છો. મખાનાનું સેવન કરવાથી માત્ર હાડકાં જ મજબુત નહિ થાય પરંતુ તેનાથી મળતું કેલ્શિયમ પણ તમારા શરીરમાં એનર્જી લેવલને જાળવી રાખશે.
- Advertisement -
3. નાળિયેર પાણી
નવરાત્રીના ઉપવાસ દરમિયાન તમે નારિયેળ પાણી પણ લઈ શકો છો. નારિયેળ પાણીનું સેવન કરવાથી શરીરને હાઇડ્રેટ રાખી શકાય છે. આ ઉપરાંત, તે પાચનતંત્રને મજબૂત રાખવામાં મદદ કરે છે.
4. મગફળી
મગફળીમાં પ્રોટીન, ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ્સ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે અને તેથી ઉપવાસ દરમિયાન તેનું સેવન કરવામાં આવે છે. ઉપવાસ દરમિયાન મગફળી ખાવાથી શરીરમાં નબળાઈ આવતી નથી અને સ્વાસ્થ્ય સારું રહે છે.
5. બટાકા
લોકોને બટાકા ખૂબ જ ભાવતા હોય છે. પરંતુ ઘણી વખત વજન વધવાના ડરથી આપણે તેને ખાતા નથી. બટાકાને તળીને નહીં પણ બાફીને ખાઓ જેથી વજન વધવાની સમસ્યા નહી થાય. બાફેલા બટાકા ખાવાથી તમને જલ્દી ભૂખ લાગતી નથી અને એનર્જી પણ મળશે. બટાકામાં કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન મળી આવે છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.