હિમાલયન સહિતના ક્ષેત્રોમાં થઈ રહેલી ભૂગર્ભ હિલચાલ ચિંતાજનક
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.28
- Advertisement -
ભારત અને તેના આસપાસના ક્ષેત્રોમાં સતત વધી રહેલા ભૂકંપના આંચકામાં આજે ભારત સહિત આસપાસના છ દેશોમાં 8 ભૂકંપના આંચકા અનુભવાયા હતા. છેલ્લા 24 કલાકમાં આસામથી પાકિસ્તાન સુધી છ વખત ભૂકંપ નોંધાયો હતો જે અલગ અલગ સમયે નોંધાયા હતા. નેપાળમાં 6.1ની તિવ્રતાનો આંચકો નોંધાયો જેની અસર બિહારથી આસામ સુધી અનુભવવામાં આવી હતી તથા આ તિવ્ર આંચકાથી લોકો ગભરાટ અનુભવીને ઘરની બહાર આવી ગયા હતા.આ ભૂકંપનો આંચકો રાત્રીના 2.36 કલાકે નોંધાયો હતો તો બાદમાં પાકિસ્તાનમાં વહેલી સવારે 5.41 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ માપક કચેરીના ડેટા મુજબ નેપાળમાં આવેલા ભૂકંપ 6.1ની તિવ્રતાનો હતો અને તે વ્યાપક નુકસાન સર્જી શકે તેવો હતો પણ તેની અસર વધુ વ્યાપક હતી તેથી તે સ્થાનિક સ્તરે કોઈ જાનહાની સર્જી શકયો નથી.આ ભૂકંપનું ભૂમીબિન્દુ કાઠમંડુથી 65 કી.મી. દુર ભૈરવકુંડમાં હતું.
તો આ ભૂકંપના કારણે ભારતમાં બિહારના અનેક વિસ્તારો તો છેક ઉતરપુર્વમાં સિકકીમ, દાજીર્લિંગ સુધી હતી. પાકમાં ભૂકંપનો આંચકો સવારે 5.14 કલાકે લાગ્યા હતા જેની તિવ્રતા 4.5ની નોંધાઈ હતી અને તેનું ભૂમિબિન્દુ પાકના બરખાન પાસે નોંધાયુ છે. બાદમાં પણ કોઈ જાનમાલની નુકશાનના અહેવાલ નથી તો પાડોશી મ્યાનમાર, તાજીકીસ્તાનમાં પણ સવારે 2.25 કલાકે ભૂકંપના આંચકા નોંધાયા હતા અને તેની અસર ઓડિસા અને પ.બંગાળ સુધી અનુભવાઈ હતી જેની રીકટર સ્કેલ પર તિવ્રતા 5.00 ની માપવામાં આવી હતી. તો તા.21ના સવારે 6.27 કલાકે તાજીકીસ્તાનમાં પણ ભૂકંપની અસર હતી જે 4.3ની તિવ્રતાનો હતો. તિબેટમાં બપોરે 2.48 કલાકે આંચકો નોંધાયો જે 4.1ની તિવ્રતાના હતા અને મ્યાનમારમાં સવારે 5.10 કલાકે પણ 3.2ની તિવ્રતાના આંચકા નોંધાયા હતા. આમ હિમાચલ સહિતના ક્ષેત્રોને આવરી લેતા આ ભૂકંપના આંચકાએ ભારતીય ટેકટોનિક પ્લેટ જે દર વર્ષે 5 સે.મી. યુરેશિયન પ્લેટથી ઉપર જાય છે તે કારણે ભૂકંપના આંચકા નોંધાયા છે.