મંગળવારે અફઘાનિસ્તાન, તાજિકિસ્તાન, ભારતના મણિપુર અને મેઘાલયમાં ધરા ધ્રૂજી હતી. આ સાથે જ ગઇકાલે તુર્કીમાં 5.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર મંગળવારે અફઘાનિસ્તાનમાં ધરા ધ્રુજી હતી. જણાવી દઈએ કે અફઘાનિસ્તાનમાં મંગળવારે સવારે 4.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. NCS એ ટ્વીટ કરતાં માહિતી આપી હતી કે “ભૂકંપની તીવ્રતા: 4.1 હતી અને ભૂકંપ ભારતીય સમયાનુસાર 04:05 વાગ્યે આવ્યો. અક્ષાંશ: 36.38 અને રેખાંશ: 70.94, અને ઊંડાઈ: 10 કિમી હતી અને ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં હતું.’
- Advertisement -
4.1 magnitude earthquake hits Afghanistan
Read @ANI Story | https://t.co/WeSf0eneXU#Afghanistan #Earthquake #Kabul pic.twitter.com/a0vRgq3mYR
— ANI Digital (@ani_digital) February 27, 2023
- Advertisement -
ભારતના મણિપુરમાં પણ ધરા ધ્રૂજી
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, મંગળવારની વહેલી સવારે મણિપુરના નોની જિલ્લામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ લગભગ સવારે 2.46 વાગ્યે આવ્યો હતો અને તેની ઊંડાઈ 25 કિમી હતી. આ વાતની જાણ કરતાં NCS એ કહ્યું, “ભૂકંપની તીવ્રતા: 3.2, માપવામાં આવી. ભૂકંપનું કેન્દ્ર નોની, મણિપુરમાં 25 કિમીની ઊંડાઈ પર હતું.
Earthquake of Magnitude 4.3 on Richter Scale strikes Tajikistan: National Center for Seismology pic.twitter.com/p9ld0FvMBE
— ANI (@ANI) February 28, 2023
મેઘાલયમાં ધરતી કંપી
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે મંગળવારે વહેલી સવારે મેઘાલયના તુરામાં રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તુરાથી 59 કિમી ઉત્તરે સવારે 6.57 કલાકે આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ 29 કિલોમીટર હોવાનું જાણવા મળ્યું છે.
Magnitude 3.7 earthquake jolts Meghalaya's Tura, second in less than 5 hours in NE
Read @ANI Story | https://t.co/Od7gpUUCjd#Meghalaya #Tura #Earthquake #NorthEast pic.twitter.com/MbyKXv9ypr
— ANI Digital (@ani_digital) February 28, 2023
તુર્કીમાં ફરી આવ્યો ભૂકંપ, એકનું મોત
આ સાથે જ ગઇકાલે એટલે કે સોમવારે ફરી એકવાર તુર્કીમાં 5.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપે દક્ષિણ તુર્કીને હચમચાવી નાખ્યું હતું. મળતી જાણકારી અનુસાર વિનાશકારી ધરતીકંપના ત્રણ અઠવાડિયા પછી ફરી એકવાર ભૂકંપના આંચકા સાથે દક્ષિણ ઝોનમાં તબાહી મચી છે. પહેલા આવેલ ભૂંકપને કારણે કેટલીક પહેલેથી જ ક્ષતિગ્રસ્ત 29થી વધુ ઈમારતો હતી તે તૂટી પડી હતી અને એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જણાવી દઈએ કે એક રિપોર્ટ અનુસાર ગઈકાલે આવેલ ભૂકંપમાં 69 થી વધુ લોકો ઘાયલ થયા હતા અને તેનું કેન્દ્ર માલ્ટા પ્રાંતના યેસિલ્ટર શહેરમાં હતું જ્યાં બે ડઝનથી વધુ ઇમારતો ધરાશાયી થઇ હતી.