મંગળવારે વહેલી સવારે મેઘાલયના તુરામાં રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તુરાથી 59 કિમી ઉત્તરે સવારે 6.57 કલાકે આંચકા અનુભવાયા હતા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે મંગળવારે વહેલી સવારે મેઘાલયના તુરામાં રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તુરાથી 59 કિમી ઉત્તરે સવારે 6.57 કલાકે આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ 29 કિલોમીટર હોવાનું જાણવા મળ્યું છે.
- Advertisement -
Earthquake of Magnitude:3.7, Occurred on 28-02-2023, 06:57:18 IST, Lat: 26.04 & Long: 90.11, Depth: 29 Km ,Location: 59km N of Tura, Meghalaya, India for more information Download the BhooKamp App https://t.co/VnIwiCEmic@Indiametdept @ndmaindia @Dr_Mishra1966 @Ravi_MoES pic.twitter.com/sIpi4onLCs
— National Center for Seismology (@NCS_Earthquake) February 28, 2023
- Advertisement -
જણાવી દઈએ એ મંગળવારે નોંધાયેલા ઉત્તરપૂર્વીય ક્ષેત્રમાં આ બીજો ભૂકંપ છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)ના જણાવ્યા અનુસાર અગાઉ, મંગળવારે મણિપુરના નોની જિલ્લામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ સવારે 2.46 વાગ્યે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ 25 કિલોમીટર અંદર હતું.
મણિપુરમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) અનુસાર, મંગળવારે વહેલી સવારે મણિપુરના નોની જિલ્લામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ સવારે 2.46 કલાકે આવ્યો હતો.
Earthquake of Magnitude:3.2, Occurred on 28-02-2023, 02:46:39 IST, Lat: 24.67 & Long: 93.66, Depth: 25 Km ,Location: Noney, Manipur, India for more information Download the BhooKamp App https://t.co/JylnXpZjDx@Indiametdept @ndmaindia @Dr_Mishra1966 @Ravi_MoES @OfficeOfDrJS pic.twitter.com/dwcWuqwXdk
— National Center for Seismology (@NCS_Earthquake) February 27, 2023
જ્યારે મેઘાલયના તુરામાં સવારે લગભગ 7 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
કોઈ જાનહાનિ નથી
એ રાહતની વાત છે કે આ ભૂકંપના કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. તુર્કીમાં આવેલા તીવ્ર ભૂકંપ બાદ ભારતમાં પણ 2-3 ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ પહેલા 19 ફેબ્રુઆરીએ આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશના એનટીઆર જિલ્લાના નંદીગામામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.