ડિઝાસ્ટર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે મુખ્ય ભૂકંપ પછી અનેક આફ્ટરશોક્સ આવ્યા હતા, જેમાં સૌથી મજબૂત ભૂકંપની તીવ્રતા 4.6 હતી
સ્થાનિક સમય મુજબ સાંજે 7:53 વાગ્યે ભૂકંપ આવ્યો, જે 10-11 કિમી ઊંડાઈએ હતો
- Advertisement -
ઇસ્તંબુલ અને નજીકના પ્રાંતોમાં ભૂકંપના આંચકા અનુભવાયા, હજુ સુધી કોઈ પ્રતિકૂળ અહેવાલ નથી
નુકસાનના મૂલ્યાંકન માટે AFAD ઇમરજન્સી ટીમો તૈનાત
200 કિ.મી. સુધી અસર દેખાઈ
- Advertisement -
ભૂકંપનું કેન્દ્ર કસ્બા સિંદિરગી હતું અને તેના આંચકા લગભગ 200 કિ.મી. દૂર ઈસ્તંબુલ સુધી અનુભવાયા હતા. જ્યાંની વસતી લગભગ 1.6 કરોડથી વધુ છે. સિંદિરગીના મેયર સેરકન સાકે કહ્યું કે ભૂકંપને કારણે વિસ્તારની અનેક ઈમારતો ધરાશાયી થઈ છે. બચાવ ટુકડીએ હજુ સુધી ઘણા લોકોને બચાવ્યા છે. જોકે હજુ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. એક મસ્જિદના મિનારા પણ પડી ગયા હતા.
અનેક આફ્ટરશોક્સ આવતા લોકો ડર્યા
તૂર્કિયેની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ કહ્યું કે ભૂકંપ બાદથી અનેક આફ્ટરશોક આવતા લોકોમાં ડર ફેલાયો છે. જેમાં એકની તો તીવ્રતા 4.6 સુધી રહી હતી. એજન્સીએ લોકો નુકસાનગ્રસ્ત મકાન-ઈમારતોથી દૂર રહેવાની સલાહ આપી દીધી છે.