રશિયાનાના દૂરના Eastern Region એરિયા Kamchatka Peninsulaમાં બુધવારે 8.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેના લીધે પ્રશાંત મહાસાગરમાં પણ હલચલ મચી ગઈ હતી.
આ ઘટના પછી સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ વિડીયો શેર કર્યા છે જે વાયરલ થયા છે. આ વિડીયો જોઈને તમારા પણ રૂંવાડા ઊભા થઈ જશે.
- Advertisement -
ભૂકંપ પછીની સ્થિતિ
ભૂકંપના ઝટકા એટલા તીવ્ર હતા કે સોશિયલ મીડિયા પર શેર થયેલ વિડિયોમાં જોઈ શકે છે કે ઘરના ફર્નિચર હલતા દેખાઈ રહ્યા છે. ઘણા બિલ્ડિંગને પણ નુકસાન થયાના સમાચાર છે. જો કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર આવ્યા નથી. વિડિયોમાં એ પણ જોઈ શકાય છે કે ભૂકંપ આવવાથી Cysmic Centerનું એલાર્મ વાગ્યું હતું.
આ ભૂકંપ પછી અમેરિકા અને જાપાન આ બંને દેશોમાં સુનામી માટે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અમેરિકાએ અલાસ્કા અને ગુઆમ દ્વીપ સહિત ઘણા વિસ્તારોમાં ચેતવણી જાહેર કરી છે. જાપાનના હવામાન વિભાગ (JMA) એ પણ ચેતવણી જાહેર કરી છે કે જાપાનને લગભગ 3 મીટર એટલે કે 10 ફૂટ ઊંચા દરિયાના મોજા અથડાઇ શકે છે. જાપાનના પેસિફિક કોસ્ટ પર સવારે 10 થી 11:30 ( જાપાનના લોકલ સમય) વચ્ચે સુનામી આવવાની શક્યતા છે. તો બીજી તરફ રશિયાના સેવેરો-કુરીલ્સ્ક્ શહેરને પણ ખાલી કરાવવામાં આવ્યું છે. અંહિયા 1 ફૂટ આશરે 32 સેમી જેટલા ઊંચા મોજા આવી શકે છે.
- Advertisement -
હાલ આ બંને દેશોમાં સુનામીને લઈને ચેતવી અને તેના પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એક્સપર્ટનું કહેવું છે કે ભલે અમુક જગ્યાએ મોજાની ઊંચાઈ વધુ ના હોય પણ ગંભીર સ્થિતિ ઊભી થઈ શકે છે. દરેક નાગરિકોને આ સમય દરમિયાન સમુદ્રની આસપાસના વિસ્તારોથી દૂર રહેવા માટે અને સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે. અને બંને દેશોની સરકાર ત્યાંનાં લોકોને ઓછી તકલીફ પડે અને મોટા પાયે કોઈ જાનહાનિ કે માલહાનિ ના થાય તેના પ્રયત્નોમાં લાગી છે.
પ્રશાસને શું કહ્યું?
કામચટકાના ગવર્નર વ્લાદિમીર સોલોડોવે આ ઘટનાને છેલ્લા 10 વર્ષની સૌથી મોટી ભૂકંપની ઘટના ગણાવી છે. તેમણે કહ્યું છે કે એક kindergarten (બાલમંદિર) ને નુકસાન પહોંચ્યું છે. પણ હજુ સુધી કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી. કામચટકા અને રશિયાનું આ ઈસ્ટ રિજન પેસિફિક રિંગ ઓફ ફાયર આવેલું છે. આ વિસ્તાર ભૂકંપ માટેનો એક્ટિવ ઝોન છે અને અંહિયા મોટા બહુંપ અને જ્વાળામુખી વિસ્ફોટ થતાં રહે છે.