બનાસકાંઠાનાં દાંતામાં વહેલી સવારે લોકોએ ભૂકંપનો આંચકો આવતા ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપમાં જાનમાલને કોઈ નુકશાન થવા પામ્યું નથી.
બનાસકાંઠા જીલ્લાનાં દાંતામાં ભૂકંપને આંચકો આવતા લોકો ઘરની બહાર દોડ્યા હતા. અંબાજીથી નજીક 20 કિલોમીટર દૂર ભૂકંપનો આંચકો અનુભવાયા હતા. ગ્રામજનોએ 2 સેકન્ડ સુધી ભૂકંપનાં આંચકાનો અનુભવ કર્યો હતો. વીજળીનાં કડાકા જેવો અવાજ આવતા ગ્રામજનો બહાર દોડી આવ્યા હતા. ભૂકંપમાં જાનમાલને કોઈ નુકશાન થવા પામ્યું નથી.
- Advertisement -
ભૂકંપ કેમ આવે છે ?
આપણે એકદમ સ્થિર ધરતી પર રહેવા ટેવાયેલા હોવાથી, ધરતી ધ્રૂજવા લાગે ત્યારે, મન ગભરાયેલા કબૂતરની જેમ ફફડી ઊઠે છે. ત્યારે ઘણી વખત સવાલ થાય છે આખરે ભૂકંપ કેમ આવે છે? કેટલાંક જાણે છે તો કેટલાંક પાસે અધૂરી માહિતી હોય છે.
ભૂકંપની તીવ્રતા કેવી રીતે માપાઇ છે?
7.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ જાય છે. ત્યારે 2.9 રિક્ટર સ્કેલ ભૂકંપ આવવા પર સામાન્ય ધ્રૂજારી થાય છે. જ્યારે 9ની તીવ્રતા પર તબાહી મચી જાય છે. આપણે બતાવીએ ભૂકંપની કેટલી તીવ્રતા આવાથી શું થઇ શકે અને તેની અસર કેવી થાય.