ભારત સહિત આ દેશોએ લંબાવ્યા મદદના હાથ : રાહત સામગ્રી મોકલાઈ
ખાસ-ખબર સંવાદદાતા
બુધવારે વહેલી સવારે અફઘાનિસ્તાનના પૂર્વ પક્તિકા પ્રાંતમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેમાં લગભગ 3,200 લોકો માર્યા ગયા હતા અને 1,000 થી વધુ ઘાયલ થયા હતા. અફઘાનિસ્તાનના કટોકટી સેવા અધિકારી શરાફુદ્દીન મુસ્લિમ દ્વારા આપવામાં આવેલા મૃત્યુઆંકના આધારે, તે 2002 પછીનો સૌથી વિનાશક ભૂકંપ છે, જ્યારે 6.1-ની તીવ્રતાના ભૂકંપમાં લગભગ 1,000 લોકો માર્યા ગયા હતા. ત્યારે 1998 માં, અફઘાનિસ્તાનના પૂર્વોત્તર ક્ષેત્રમાં 6.1-ની તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછા 4500 લોકો માર્યા ગયા હતા.
- Advertisement -
આપને જણાવી દઈએ કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 હતી અને તેનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ખોસ્ત શહેરથી લગભગ 44 કિમી દૂર અને 51 કિમીની ઊંડાઈએ હતું. અફઘાનિસ્તાનમાં આ ભયાનક તબાહી બાદ ભારત પાકિસ્તાન સહિત અનેક દેશોએ મદદનો હાથ લંબાવ્યો છે.
- Advertisement -
નેપાળમાં ગુરુવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર કાઠમંડુથી 161 કિમી દૂર જણાવવામાં આવી રહ્યું છે. જો કે હજુ સુધી નુકસાનના કોઈ સમાચાર નથી.