લારી ગલ્લા ધારકોની મામલતદારને કાકલુદી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.20
ટંકારામા નગરપાલિકા કાર્યરત થયા બાદ એક્શન મોડ મા આવી સૌ પ્રથમ નગરની સુરત સ્વચ્છ કરવા પર ભાર મુકી કામગીરી આરંભ્યા બાદ રાજ્ય સરકાર ના સરકારી જમીનો પર દબાણ હટાવવાના આદેશ ને પગલે પાલિકા એ પોલીસ ને સાથે રાખી 150 જેટલા લારી ગલ્લા, પાથરણા વાળા દબાણકારોને નોટીસ ફટકારી બે દિવસ મા સ્વૈચ્છિક દબાણ હટાવી લેવા અલ્ટીમેટમ આપતા ફફડી ઉઠેલા દબાણકારોએ કોંગ્રેસનો પાલવ પકડી મામલતદાર ને આવેદનપત્ર પાઠવી વૈકલ્પિક વ્યવસ્થા કરાયા બાદ જગ્યા ખાલી કરાવે અન્યથા આજીવિકા છીનવાઈ જવાની ગુહાર લગાવી હતી.
રાજ્ય સરકાર દ્વારા વિકાસ ને વેગવંતો કરવા ટંકારા ગ્રામ પંચાયતને બઢતી આપી નગરપાલીકા બનાવ્યા બાદ છેલ્લા આઠેક મહિનાથી નગરપાલીકા કાર્યરત થતા પ્રથમ ચિફ ઓફિસર તરીકે વાંકાનેર ના ચિફ ઓફિસર ગીરીશ સરૈયા ને ચાર્જ સુપરત થતા એક્શન મોડ મા આવી સૌ પ્રથમ નગરની બદસુરત ને સાફ સુથરી કરવાનુ અભિયાન હાથ ધરી નગરના મુખ્ય માર્ગો, મહોલ્લાઓમાથી ગંદકી દુર કરી સફાઈ સ્વચ્છતા પર ભાર મુકી કામગીરી આરંભી કામગીરી શરૂ કરી દીધી હતી. ત્યારે સરકાર ના સરકારી જમીનો પર ખડકાયેલા ગેરકાયદેસર દબાણો હટાવવા ની સુચના ને પગલે પાલીકા એ બુધવારે પોલીસ ને સાથે રાખી સરકારી જમીનો પર પગદંડો જમાવી બેઠેલા 150 થી વધુ દબાણકારોને બે દિવસ નુ અલ્ટીમેટમ પાઠવી સ્વૈચ્છિક દબાણ હટાવી લેવા નોટીસ ફટકારતા નાના ધંધાર્થીઓ મા હડકંપ મચી જવા પામી હતી. નોટીસ મળતા ફફડી ઉઠેલા દબાણકારો એકત્ર થઈ કોંગ્રેસના મોરબી જીલ્લા મહામંત્રી રમેશ રબારી પાસે રજુઆત કરવા પહોંચતા રમેશ રબારી ની આગેવાની હેઠળ તમામ લારી ગલ્લા અને પાથરણા વાળા નાના ધંધાર્થીઓ મામલતદાર પી.એન.ગોર ને આવેદનપત્ર પાઠવી વૈકલ્પિક વ્યવસ્થા કરાયા બાદ નાના ધંધાર્થીઓને હટાવવા માંગણી કરીને ગરીબ રોજેરોજ નુ પેટીયુ રળતા પરીવાર ની રોજગારી છિનવાઈ જશે સરકાર માનવીય અભિગમ અપનાવે તેવી માંગણી કરી હતી. અંત મા રમેશ રબારીએ સરકારી જમીન પર સ્થપાયેલા શહીદ સ્મારક સ્તંભ ને ઉખેડી ફેંકી દેનારાઓ સામે પગલા લેવા ને બદલે નાના ધંધાર્થીઓને કનડી લોકો ને મુદ્દા પર થી ભટકાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો.