-વાતાવરણમાં કાર્બન ડાયોકસાઈડમાં 33.2 કરોડ કિલોનો ઘટાડો
સરકારી આંકડા મુજબ દેશમાં 400 ઈલેકટ્રીક વાહનોની સામે એક ચાર્જીંગ સ્યેશન ઉપલબ્ધ છે. સરકારનું લક્ષ્ય આવનારા દિવસોમાં તેની સંખ્યામાં વધુ વધારો કરવાનું છે. તેમ કેન્દ્રીય ભારે ઉદ્યોગમંત્રી મહેન્દ્રનાથ પાંડેયે જણાવ્યું હતું કે તેમણે જણાવ્યું હતું કે ઈલેકટ્રીક વાહનોથી દેશમાં લગભગ 23 કરોડ લીટર ઈંધણની બચત થઈ છે. ભારે ઉદ્યોગ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું
- Advertisement -
કે સરકારે દેશમાં દરેક ઘરમાં ઈલેકટ્રીક વાહનોમાં ચાર્જીંગની વ્યવસ્થાને અગાઉથી મંજુરી આપી દીધી છે. સાથે સાથે રાષ્ટ્રીય હાઈવે અને પેટ્રોલ પંપો પર તેની સંખ્યા વધારવાનાં સતત પ્રયાસો સરકાર તરફથી ચાલુ છે.
તેમણે ફેમ ઈન્ડિયાનાં બીજા તબકકાનાં આંકડાનો હવાલો આપતા જણાવ્યું હતું કે એક એપ્રિલ 2019 થી એક ફેબ્રુઆરી 2023 દરમ્યાન દેશમાં ઈલેકટ્રીક વાહનોનાં આવવાથી લગભગ 23 કરોડ લીટર ઈંધણની બચત થઈ છે. જયારે કાર્બન ડાયોકસાઈડમાં 33.2 કરોડ કિલોગ્રામનો ઘટાડો થયો છે.સરકારનું લક્ષ્ય ઈંધણ બચાવવુ અને કાર્બનના ઘટાડામાં વધારો કરવાનું છે.