દેશમાં આ વર્ષે મે-જૂન સુધીમાં નાગરિકો માટે ઈ-પાસપોર્ટ બનવા શરૂ થઈ જશે. તેના માટે વિદેશ મંત્રાલય એનઆઈસી અને એનઆઈસી સર્વીસીઝ વચ્ચે ટુંક સમયમાં એક ત્રિપક્ષીય સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ ઈ-પાસપોર્ટની બુકલેટ પર એક રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટીફિકેશન (આરએફઆઈડી) ચિપ લાગેલી હશે.
વિદેશ મંત્રાલય તરફથી સંસદની સમિતિને આપવામાં આવેલી જાણકારી અનુસાર યોજનાને મંજૂરી અપાઈ ચૂકી છે. યોજનાના ક્રિયાન્વયનની જવાબદારી એનઆઈસી સર્વિસીઝને અપાઈ છે. તેના માટે ટૂંક સમયમાં એક ત્રિપક્ષીય સમજૂતી કરવામાં આવશે.
- Advertisement -
સાત વર્ષમાં પૂરો થઈ જશે પ્રોજેકટ: મંત્રાલયના અનુસાર યોજના માટે 268 કરોડ રૂપિયાને મંજૂરી અપાઈ છે અને સાત વર્ષમાં આ પ્રોજેકટ પૂરો થઈ જશે. આ પ્રોજેકટ માટે જરૂરી સંસાધનોની ખરીદી માટે આઈએચપી નાસિકને અધિકૃત કરાઈ છે.