બજેટમાં PMAY માટે 66 ટકાના વધારા સાથે વધુ 79 હજાર કરોડ રૂપિયાની ફાળવણી: CM પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 140 કરોડના વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણ – ખાતમુહૂર્ત કર્યું; 690 આવાસોનો ડ્રો સંપન્ન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના રૂ.140 કરોડના વિકાસ કામોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં થયું હતું. જેમાં કાલાવાડ રોડ પરના નવનિર્મિત જડ્ડુસ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, કાલાવાડ રોડ પર ટ્રાફિકની સમસ્યા હળવી થશે. ઉપરાંત 690 આવાસોનો ડ્રો કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીએ સ્પષ્ટતાપૂર્વક કહયું હતું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં એક પણ અઠવાડિયું એવું નહીં હોય કે ક્યાંય વિકાસ કાર્યનું લોકાર્પણ કે ખાતમુહૂર્ત ન થયું હોય. શહેરી હોય કે ગ્રામીણ દરેક વ્યક્તિને પોતાના ઘરનું એક સપનું હોય છે. રોટી, કપડા ઔર મકાન એ પાયાની જરૂરિયાત છે ત્યારે સૌને આવાસ મળે તે માટે નરેન્દ્રભાઇએ પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી છે. આ વર્ષના બજેટમાં ઙખઅઢ માટે 66 ટકાના વધારા સાથે વધુ 79 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે.
રાજકોટ શહેરના વિવિધ વિકાસ કામોના થયેલા લોકાર્પણ અને ખાતમુહૂર્ત જોઇએ તો, રૂ. એક કરોડના ખર્ચે રેલનગર મેઇન રોડ પોપટપરામાં બંને સાઈડ ફૂટપાથ બનાવવાના કામનું તથા રૈયા મુક્તિધામ ખાતે રૂપિયા 04 કરોડના ખર્ચે બનનારા આધુનિક ઇલેક્ટ્રીક નવા સ્મશાન કામનું ખાતમુહૂર્ત થયું હતું. રૂ. 28.52 કરોડના ખર્ચે ખાતે બનેલ ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ થયું હતું. પ્રધાનમંત્રી આવાસ અન્વયે 590 આવાસોનો ડ્રો તેમજ મુખ્યમંત્રી આવાસ યોજના અન્વયે બનેલા 100 આવાસોનો ડ્રો થયો હતો. રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ગોંડલ હાઇવે થી ભાવનગર હાઈવે અને ભાવનગર હાઇવે થી અમદાવાદ હાઈવે સુધીના રૂ. 77.19 કરોડના કામ પૂર્ણ થતા તેના લોકાર્પણ પણ કરાયા હતા.
આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યઓ દર્શીતાબેન શાહ અને ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, હાઉસીંગ સમિતિના ચેરમેન વર્ષાબેન રાણપરા, લાઈટીંગ સમિતિના ચેરમેન જયાબેન ડાંગર, આરોગ્ય સમિતિના ચેરમેન ડો.રાજેશ્રી બેન ડોડીયા, બાંધકામ સમિતિના ચેરમેન કેતન પટેલ , રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, રાજકોટ જિલ્લાના અગ્રણીઓ કમલેશભાઈ મીરાણી, કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર, વિનુભાઈ ઘવા, ભાનુબેન સોરાણી, સુરેન્ર્દ્રસિંહ વાળા સહિતના મહાનુભાવો, કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.