ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
ધારાસભ્ય ડો.દર્શિતા શાહ તથા પશ્ચિમ મામલતદાર કચેરીના સંયુક્ત ઉપક્રમે તા.14/12/2024 શનિવાર સવારે 10 થી 2 પશ્ચિમ મામલતદાર કચેરી આત્મીય કોલેજ સામે કાલાવડ રોડ ખાતે રેશનકાર્ડ e-KYC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે ધારાસભ્ય ડો.દર્શિતા શાહએ જણાવ્યું કે રાશનકાર્ડ e-KYC માં આધારકાર્ડ અને રાશનકાર્ડ સાથે રાખવું ફરજીયાત છે.તથા આધાર નંબર રેશન કાર્ડ સાથે લીંક થયેલ જરૂરી છે.તેમજ કેમ્પમાં ઉપસ્થિત લાભાર્થીઓને કોઈ તકલીફ ન પડે અને વ્યવસ્થાના ભાગ રૂપે 99 792 792 90 નંબર પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.તેમજ રેશનકાર્ડમાં e-KYC કરવા માંગતા શહેરીજનોને આ કેમ્પનો લાભ લેવા ધારાસભ્ય ડો.દર્શિતા શાહએ ખાસ અનુરોધ કર્યો છે.