ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 ઓક્ટોબરના ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. તેમના હસ્તે અમરેલી ખાતેથી વિકાસના કાર્યોના ખાત મુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યાં છે. જેમાં પોરબંદરના મોકરસાગર વેટલેન્ટનું ઈ-ખાત મુહૂર્ત કરવામાં આવશે. ભગવાન શ્રીકૃષ્ણના બાળસખા સુદામાજીની નગરી અને પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર વિશ્વ વિખ્યાત છે. અહીં આમ તો આખા વર્ષ દરમિયાન રેલવે, હવાઈ અને દરિયાઈ માર્ગે પ્રવાસીઓ આવતાં હોય છે. પોરબંદરમાં અનેક પર્યટક સ્થળો છે. સરકારના પ્રયાસોથી 200 કરોડ રૂપિયાના ખર્ચે મોકરસાગર વેટલેન્ટને વિકાસાવવાનું આયોજન કરાયું છે. પ્રવાસન ક્ષેત્રે મોકરસાગર વેટલેન્ટ વિકસાવાયા બાદ પોરબંદરમાં એક નવું જ નજરાણું ઉપલબ્ધ થશે. 200 કરોડ રૂપિયાના ખર્ચે મોકરસાગર વેટલેન્ટમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. પોરબંદર જિલ્લાનો પ્રવાસન ક્ષેત્રે સરકાર વિકાસ કરી રહી છે.
- Advertisement -
ખાસ કરીને પોરબંદરમાં શિયાળાની ઋતુ દરમિયાન યુરોપના દેશોમાંથી દરિયાઈ માર્ગે લાખોની સંખ્યામાં પક્ષીઓનું આગમન થતું હોય છે. પોરબંદર પંથકમાં નાના-મોટા અનેક જળાશયોમાં વિદેશી જ્ઞિંજ્ઞપક્ષીઓ વિહાર કરે છે અને અનેક પક્ષીઓ પોરબંદરમાં આવ્યા બાદ અહીં તેને અનુકુળ વાતાવરણ અને જળાશયોમાંથી ખોરાક મળી રહેતો હોવાથી સ્થાયી થાય છે. મોકરસાગર વેટલેન્ટનો વિકાસ થયા બાદ પક્ષીઓ માટે અહીં સ્વર્ગ જેવી સગવડો ઉપલબ્ધ થશે. આ પક્ષીઓને નિહાળવા પણ એક અનેરો લ્હાવો છે. 200 કરોડ રૂપિયાના ખર્ચે મોકરસાગર વેટલેન્ટના વિકાસનું ખાત મુહૂર્ત થશે. અમરેલી ખાતે 28 ઓક્ટોબરે દેશના વડાપ્રધાન આવી રહ્યાં છે તે ત્યાથી ખાત મુહૂર્ત કરશે. મોકરસાગર વેટલેન્ટ ડેવલોપ થયા બાદ અહીં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે.