ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલ વનરાજસિંહ બનેસિંહ ચુડાસમા અને કોમ્યુટર શાખાનાં વિમલકુમાર ધનજીભાઇ ભાયાણી દ્વારા ઈ – કોપ સોફટવેરની મદદથી વાહન સર્ચ અને આરોપી સર્ચ એપ્લીકેશનનાં માધ્યમથી જાણકારી મેળવીને જુનાગઢ તથા પોરબંદર જિલ્લાના વાહનચોરીના 06 ગુનાઓ ડિટેક્ટ કરવાની ઉત્કૃષ્ઠ કામગિરી કરેલ હોય અને મોટર સાયકલ વાહનની રિકવર કરી આરોપીઓની ધરપકડ કરેલ હતી તેમજ રૂ. 1,45,000 નો મુદ્દામાલ રીકવર કરવમાં આવેલ હતો. આધુનિક તકનીકના ઉપયોગથી ગુના શોધવાની ઉત્કૃષ્ટ ક્રામગીરી માટે પોલિસ વિભાગ દ્વારા ઇ-કોપ એવોર્ડ પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા દ્વારા એનાયત કરી નવાજવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં બીજા પોલિસ કર્મચારીઓને પણ આ જ રીતે ઇ-કોપ દ્વારા ઉત્કૃષ્ટ કામગિરીની કરવા પ્રેરણા આપવાના હેતુથી એવોર્ડ એનાયત કરવામાં આવી રહ્યો છે ત્યારે જૂનાગઢના બન્ને વીરલાઓને એનાયત થયેલ ઇ-કોપ એવોર્ડ બદલ પોલિસ વિભાગનાં તેમજ સગા સબંધી અને સ્નેહીજનો દ્વારા શુભેચ્છાઓ પાઠવામાં આવી રહી છે.