યુવાધન પોતાની જાતને કુલ દેખાડવા હવે ઈ-સિગારેટના રવાડે
ક્રાઈમ બ્રાન્ચ અને SOGએ દરોડો પાડી 10 હજારના ઈ-સિગારેટના જથ્થાને કબજે કર્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આજનો યુવા વર્ગ પોતાને કુલ દેખાડવા માટે હવે ઈ સિગારેટના રવાડે ચડ્યો છે. પહેલા તો ફક્ત સ્મોક કરતા હતા પરંતુ હવે વેપ આવી જતા ફ્લેવરના નામે સ્મોકિંગ કરી રહ્યા છે આ પ્રતિબંધિત વસ્તુઓ ખૂણે ખાચરે મળતા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આ દૂષણને ડામવા માટે કમર કસી હોય તેમ ઈ સિગારેટ વેચતા વેપારીને ત્યાં રેડ પાડી ઈ સિગારેટનો જથ્થો ઝડપી રહ્યા છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચના ઙઈં એલ.એલ.ચાવડાની ટીમે કાલાવાડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર સામે આવેલી સ્મોકર્સ સીસા એન્ડ પર્ફ્યુમ નામની દુકાનમાંથી ઈ-સિગારેટ તથા અન્ય એસેસરીઝનો જથ્થો ઝડપી લીધો છે.
ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ એન.ડી.ડામોર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી કે, કાલાવાડ રોડ પર આવેલી સ્મોકર્સ સીસા એન્ડ પર્ફ્યુમ દુકાનમાં ઈ સિગારેટનો જથ્થો છે અને દુકાનના માલિક દ્વારા તેનું બેફામ વેચાણ થાય છે. આ બાતમીના આધારે પોલીસે દુકાનમાં ચેકિંગ કરતાં ઈ-સિગારેટનો મોટી માત્રામાં જથ્થો મળી આવતાં પોલીસે ચીન બનાવટની અલગ-અલગ કંપની તેમજ ફ્લેવર્સની ઈ-સિગારેટના 10250ના જથ્થા સાથે ભવ્ય ગંધા નામના યુવકની ધરપકડ કરવામાં
આવી છે.
ક્રાઈમ બ્રાન્ચે આજથી 9 દિવસ પહેલા આશાપુરા પાનમાંથી ચીન બનાવટની અલગ-અલગ કંપની તેમજ ફ્લેવર્સની ઈ-સિગારેટના રૂા.39300ના જથ્થો અને એસઓજીએ તા. 16ના રોજ ફરીથી એ જ દુકાનમાં રેડ કરી 31200નો ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઈ સિગારેટની જો વાત કરીએ તો યુવાધનનું માનવું છે કે, આ સ્મોકિંગ નથી માત્ર ફ્લેવર છે અને સ્વાસ્થ્ય માટે ખતરનાક નથી. પરંતુ આ એક ગેરસમજ છે, વેપિંગ પણ સિગારેટ પીવા જેટલું જોખમી છે.



