ગૃહની કાર્યવાહી પેપરલેસ બનાવ્યા બાદ વધુ એક અભિગમ: ધારાસભ્યો ઓનલાઇન પ્રશ્ન પૂછી શકશે તેમના મત વિસ્તારોની માહિતી મેળવી શકશે
ગુજરાત વિધાનસભા આગામી સમયમાં પૂર્ણ રીતે પેપરલેસ બની જશે અને તેની સાથે ઇ-વિધાનસભા પ્રોજેકટને પણ અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા આગળ વધારવામાં આવ્યો છે અને આગામી બે માસમાં ઇ-વિધાનસભા કાર્યરત થઇ જશે તેવી માહિતી આપતા શંકર ચૌધરીએ જણાવ્યું કે આ ઇ-વિધાનસભામાં સભ્યો પોતે પ્રશ્નો ઓનલાઇન પૂછી શકશે ઉપરાંત ટેબ્લેટ મારફત તે વિધાનસભા સંદર્ભના કાર્ય પણ કરી શકશે અને તેમની ફાઇલો પણ ઓનલાઇન અપલોડ કરી શકશે
- Advertisement -
દેશમાં ઇ-વિધાનસભાનો સંકલ્પને સાકાર કરવાનો ગુજરાત પ્રથમ રાજય બની જશે. રાજય સરકાર દ્વારા આ અંગે 15 સભ્યોની એક કમીટી નિયુકત કરાઇ છે જેનું નેતૃત્વ અધ્યક્ષ કરશે અને સમગ્ર ઇ-વિધાનસભાનો પ્રોજેકટ સફળતાપૂર્વક પાર પડે તે જોવાશે. ચૌધરીએ જણાવ્યું કે ધારાસભ્યો ટેબ્લેટનો ઉપયોગ કરીને પોતાના પ્રશ્ન પૂછી શકશે ઉપરાંત પોતાના મત વિસ્તાર સંબંધી મુદ્દાઓ પણ અપલોડ કરી શકશે અને તે માટે ધારાસભ્યોના ટેબ્લેટ સાથે ઇ-ફાઇલીંગ સિસ્ટમ કે જે રાજય સરકારની છે
જે જોડી દેવામાં આવશે અને તેમાં જે કઇ પ્રશ્નોના જવાબ હશે અથવા તો ધારાસભ્યો દ્વારા જે કંઇ મુદ્દાઓ ઉઠાવાયા હશે તેમનો તેમને આ વિધાનસભા મારફત અપડેટેડ માહિતી પણ મળતી રહેશે અને ખાસ કરીને તેનો ઉદ્દેશ લોકોની સમસ્યાઓના સરળ ઉકેલ માટેનો છે. આ માટે ધારાસભ્યોને તાલીમ આપવા માટે ખાસ ટીમ તૈયાર કરી છે અને તેઓ જે તે મત વિસતારમાં જઇને ધારાસભ્યને મળશે અને ઇ-વિધાનસભા ફિચર્સના ઉપયોગ કરવાની તાલીમ આપશે આ માટે સાયન્સ અને ટેકનોલોજી દ્વારા તમામ ટેકનીકલ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.