રોકડ, બાઈક, કાર અને મોબાઈલ સહિત 3.39 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
લીંબડી તાલુકાના પાંદરી ગામે પગીવાસ વિસ્તારમાં રહેતા વિરમભાઇ હેમુભાઈ ખાવડિયાક્ષફ રહેણાક મકાનમાં જુગારધામ ચાલતું હોવાની માહિતી લીંબડી ડિવિઝનના ડીવાયએસપી વિશાલ રબારીને મળતા ટીમ સાથે પાંદરી ગામે રહેણાક મકાનમાં દરોડો કર્યો હતો જે દરોડા દરમિયાન કુલ 16 શખ્સોને ઝડપી પાડ્યા હતા આ શખ્સોમાં હરપાલસિંહ અનિરુધસિહ રાણા, અજય ભગવાન ખાવડીયા, લાલજી છનાભાઈ સાતોલા, વનરાજ સવજીભાઈ ખાવડિયા, રાજુ બાબુભાઈ અંબાલિયા, સોમા ગોવિંદભાઈ ખાવડીયા, રણજીત મગનભાઈ સુરેલા, અનિલ બચુભાઈ ખાવડીયા, વનરાજ પ્રભુભાઈ સૂરેલા, વિજય નારાયણભાઈ જાંજવડીયા, પિન્ટુ ગેલાભાઈ ખાવડીયા, મહેશ ભલાભાઈ ખાવડીયા, શંકર કાળુભાઇ અંબાલિયા, પ્રકાશ બચુભાઈ ખાવડીયા, જયેશ ગણેશભાઈ વાઘેલા, વિજય ભગવાનભાઈ ખાવડીયા તથા હાજર નહિ મળી આવેલ વિરમ હેમુભાઈ ખવડિયા સહિતનાઓને ગંજીપાના વડે જુગાર રમતા રોકડ 1,41,300 રૂપિયા, એક કાર કિંમત 1,50 લાખ રૂપિયા, એક બાઈક કિંમત 15 હજાર રૂપિયા તથા 12 નંગ મોબાઇલ કિંમત 33,500 રૂપિયા એમ કુલ મળી 3,39,800 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી તમામ વિરુધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.