જુગાર રમતાં 26 શખ્સો ઝડપાયા: ચાર શખ્સો નાસી ગયા: 14.26 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
ચોટીલા તાલુકાના કાળાસર ગામની સીમમાં વાડી ઓરડીમાં ચાલતા મસમોટા જુગાર ધામ પર લીંબડી ડીવાયએસપી ટીમ દ્વારા દરોડો કરી 26 જુગારીઓને વાહન, રોકડ, મોબાઇલ સહિત કુલ 14.26 લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા જ્યારે આ દરોડામાં ચાર જેટલા શખ્સો નાશી જવામાં પણ સફળ રહેતા કુલ 30 વિરુધ ચોટીલા પોલીસ મથક ખાતે ગુન્હો નોંધ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીને ચોટીલા તાલુકાના કાળાસર ગામે વાડી વિસ્તારની ઓરડીમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીને આધારે ટીમના પીએસઆઇ એ.એમ. ચુડાસમા, હસમુખભાઈ ડાભી, હિતેન્દ્રસિંહ વાળા, ધર્મેન્દ્રસિંહ પરમાર, તેજસભાઇ પટેલ સહિતનાઓ દ્વારા કાળાસર ગામે આવેલી ગણેશભાઈ દેવાભાઈ ધોરાળીયાની વાડી ખાતે ચંદુભા લાખાભાઇ ગાબુ દ્વારા ચલાવતા જુગારધામ પર દરોડો કરી 28 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા હતા. બહારગામથી આવતા જુગારીઓને ચોટીલા ખાતેથી જુગારના સ્થળ પર લઈ જવા માટે અને જુગાર રમતા શખ્સોને તમામ પ્રકારની સુવિધા માટે કેટલાક ઈસમોને પણ કામ પર રાખ્યા હતા ડીવાયએસપીની ટીમ દ્વારા 28 શખ્સોને રોકડ 4.50 લાખ રૂપિયા, બે કાર કિંમત 8.50 લાખ રૂપિયા, એક બાઈક કિંમત 15 હજાર રૂપિયા, 28 નંગ મોબાઇલ કિંમત 105000 રૂપિયા, બે નંગ પંખા કિંમત 6000 રૂપિયા એમ કુલ મળી 1426000 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી નાશી ગયેલ ચાર શખ્સો સહિત કુલ 30 વિરોધ ચોટીલા પોલીસ મથક ખાતે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
જુગારધામ પર દરોડા દરમિયાન ઝડપાયેલા શખ્સો
ચંદુભાઈ લાખાભાઇ ગાબુ, મુકુન્દરાય રતિલાલ પારેખ, મથુરભાઈ ઉકાભાઈ શેખ, સુનિલભાઈ મહિપતભાઈ કંબોયા, અતુલભાઇ કિશોરભાઈ ચુડાસમા, દિલીપ ઉર્ફે શીરાભાઈ ચંદુભાઈ જેસાણી, રાહુલભાઈ ચીમનભાઈ ચૌહાણ, ભગવાનભાઈ કરસનભાઈ ચૌહાણ, વિક્રમ ઉર્ફે નાગરાજ દિલુભાઈ અસવાર, કૌશિકભાઈ હરજીભાઈ મિર્ઝા, મનસુખભાઈ રતિલાલ સનારીયા, ચતુરભાઈ ગણેશભાઈ ભીમાણી, અશોકભાઈ કાનજીભાઈ પણ, ભરત ઉર્ફે હકો મનસુખભાઈ અઘારા, હકાભાઇ ગાંડાભાઈ વિજીયા, રાજેશભાઈ મૂળજીભાઈ ભડુકિયા, વિશાલભાઈ હસમુખભાઈ વાળા, શ્યામભાઈ ભરતભાઈ ભોજક, વિનુભાઈ સુખાભાઈ ધરજીયા, ચંદુભાઈ દીપાભાઇ કાલીયા, શંકરભાઈ કાળુભાઈ ધોળકિયા, અશોકભાઈ વાલજીભાઈ સોરઠીયા, સોયબભાઈ સુભાષભાઈ લોલાડીયા, સોકત ભાઈ અયુબભાઈ મોવર, ઈસ્માઈલભાઈ જીવાભાઇ વકાલીયા, દીપકભાઈ ચમનભાઈ ચૌહાણ તથા નાસી ગયેલ ઇસમો વાસુભાઈ કુવરીયા અને ગણેશભાઈ દેવાભાઈ ધોરાળીયા, બે અજાણ્યા ઈસમો.