વિસાવદર બેઠકની પેટા ચૂંટણી યોજાશે કે નહીં, અવઢવ
બંને પક્ષના ઉમેદવરો ટિકિટ મેળવવા એડી ચોટીનું જોર
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
- Advertisement -
જૂનાગઢ લોકસભા 2024 ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે અને ગુજરાતમાં ત્રીજા ચરણમાં તા.7 મેના રોજ ચૂંટણી યોજાવાની છે ત્યારે ગુજરાતની 26 લોકસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર થઇ રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રમાં જૂનાગઢની સાથે અમરેલી અને સુરેન્દ્રનગર બેઠક બંને પક્ષ માટે દ્વિધા ઉભી થઇ છે તેની પાછળ બંને પક્ષ માંથી કોણ કોને ટીકીટ ફાળવે છે.તેની રાહ જોવાઈ રહી હોઈ તેવું ચિત્ર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.બીજી તરફ જૂનાગઢ બેઠક અતિ મહત્વ ધરાવે છે.ગત 8 લોકસભા ચૂંટણી પરિણામમાં 7 વાર ભાજપ જીતી છે તો એકવાર કોંગ્રેસના ફાળે ગઈ છે ત્યારે ભાજપ ફરી સત્તા જાળવી રાખવા ઉમેદવાર પસંદગી મુદ્દે કોઈ કચાસ રાખવા માંગતું ન હોઈ તેવું જોવા મળે છે.તો બીજી તરફ કોંગ્રેસ આ સીટ ભાજપ પાસેથી ખુંચવીને સીટ જીતવા માટે ઉમદેવાર પસંદગી મુદ્દે રાહ જુવે છે.
આમ જૂનાગઢ લોકસભા સીટ પર હજુ સુધી નામો જાહેર થયા નથી. જૂનાગઢ લોકસભા બેઠક ગીર સોમનાથ જિલ્લા સાથે સંકળાયેલ છે અને જેમાં જૂનાગઢ જિલ્લામાં ત્રણ વિધાનસભા સીટમાં જૂનાગઢ, વિસાવદર અને માંગરોળ બેઠક સમાવેશ થાય છે તો ગીર સોમનાથમાં ઉના, કોડીનાર, તાલાળા અને સોમનાથ બેઠક મળી કુલ ચાર વિધાનસભા બેઠકો મળી કુલ 7 વિધાનસભા બેઠકોના સમાવેશ સાથે જૂનાગઢ લોકસભા બેઠક સંકળાયેલ છે.ત્યારે આ લોકસભા બેઠક પર પાટીદાર, કોળી, આહીર અને કારડીયા સમાજનું પ્રભુત્વ વધારે જોવા મળે છે.ત્યારે આ બેઠક પર પાટીદાર, કારડીયા અને આહીર અને કોળી સમાજના ઉમેદવારો ભૂતકાળમાં જીતી ચુક્યા છે.ત્યારે છેલ્લી બે ટર્મ થી કોળી સમાજ આગેવાન પૂર્વ ધારાસભ્ય રાજેશ ચુડાસમા જીત મળેલી છે હવે ભાજપ કોળી સમાજ માંથી નવો ચેહરો પસંદ કરે છે કે, રાજેશ ચુડાસમાને ફરી રિપીટ કરે છે કે અન્ય જ્ઞાતિમાંથી ઉમેદવારની પસંદગી થાય છે તે જોવાનું રહ્યું. માણાવદર વિદ્યાનસભા બેઠક પર તાજેતરમાંજ કોંગ્રેસ સાથે છેડોફાડીને આવેલા અરવિંદ લાડાણી ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે ત્યારે ત્રણ દિવસ અગાઉ વંથલીમાં મળેલી ભાજપની એક બેઠકમાં પોરબંદર સીટના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ મંડાવિયાએ જાહેર મંચ પરથી અરવીંદ લાડાણીનું નામ જાહેર કર્યું હતું ત્યારે એ નક્કી મનાઈ છે કે માણાવદર બેઠક પર ભાજપમાંથી અરવિંદ લાડાણીને ટિકિટ મળશે ત્યારે કોંગ્રેસ માંથી ઘણા ઉમેદવાર ચૂંટણી લડવા ઉત્સુક છે.એવા સમયે કોંગ્રેસ કોને ટિકિટ ફાળવે છે તે જોવાનું રહ્યું પણ માણાવદર બેઠક પોરબંદર લોકસભા સીટમાં સમાવેશ થાય છે.ત્યારે સ્થાનિક ઉમેદવાર પર લોકસભા સીટમાં કેટલો ફાયદો કરાવી શકે તે ધ્યાનમાં રાખીને પણ ઉમેદવાર પસંદગી કરાતી હોઈ છે હવે જોવાનું રહ્યું ક્યાં ચહેરાના ટિકિટ ફાળવાશે.