દ્વારકાધીશ મંદિર ખુલતા ભક્તોએ ભવ્ય ઉજવણી સાથે ભજન કિર્તન કર્યા હતાં
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં ગુરુવારે સાંજે વિનાશક વાવાઝોડું બિપોરજોય કચ્છના જખૌ બંદર સાથે ટકરાયું હતું. બિપોરજોય વાવાઝોડું ગુજરાતમાં તબાહી મચાવ્યા બાદ હવે રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. જો કે, હવે તે સામાન્ય ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે.
- Advertisement -
દેવભૂમિ દ્વારકામાં બિપોરજોય વાવાઝોડાના કારણે બંધ કરવામાં આવેલ દ્વારકાધીશ મંદિર આજે ભક્તો માટે ફરી ખુલ્યું છે. મંદિર ખુલતા ભક્તોએ ડાન્સ કર્યો હતો અને ઉજવણી કરી હતી. બિપોરજોય વાવાઝોડું ગુજરાત સાથે ટકરાતા જ ભારે પવન ફૂંકાયો હતો અને ધોધમાર વરસાદ પડ્યો હતો.
આ વાવાઝોડાના કારણે કુલ 23 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. ઘણી જગ્યાએ ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે. ઘણા ગામોમાં વીજળી ડુલ થઈ ગઈ છે. અનેક વીજ પોલ અને વૃક્ષો ધરાશાયી થયા છે.