દરિયામાં ઇન્ટરનેટ વિના પણ સ્કેનથી મળશે બોટની બધી માહિતી
ખાસ-ખબર ન્યૂઝ દ્વારકા, તા.16
- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લાનો દરિયાકાંઠો વિશાળ અને ખૂબ જ સંવેદનશીલ બની રહ્યો છે. ત્યારે જિલ્લા પોલીસ દ્વારા ટેકનોલોજી સાથે કદમ મિલાવીને અહીં રહેલી તમામ ફિશિંગ બોટને એક ખાસ ચછ કોડ મારફતે સાંકળી લઇ, સુરક્ષા તેમજ સલામતી તરફ મહત્ત્વનું પગલું માંડ્યું છે.
આ અંગેની માહિતી આપતા એ.એસ.પી. રાઘવ જૈને જણાવ્યું હતું કે, દરિયાઈ સુરક્ષાના હેતુથી જિલ્લા પોલીસ દ્વારા ઓપરેશન ‘ટિક’(ઝઈંઈઊં)નું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે. જેમાં ટ્રેસિંગ આઇડીફીકેશન બારકોડિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા સહિતના તમામ દરિયાઈ વિસ્તારોમાં ફિશિંગ માટે જતી માછીમારી બોટમાં ચછ લગાવવામાં આવશે. આ ચછ કોડમાં દરેક બોટના માલિકનું નામ, રજીસ્ટ્રેશન નંબર મોબાઈલ નંબર, સહિતની પ્રાથમિક વિગતો પ્રાપ્ય બની રહેશે. આટલું જ નહીં આ સ્કેનર ઓફલાઇન પણ ચાલી શકશે. જેના કારણે મધદરિયે ક્યાંય પણ બોટ જાય તો અહીં ઇન્ટરનેટ વગર બોટને લગતી તમામ માહિતી મળી રહે.
મરીન પોલીસ, કોસ્ટ ગાર્ડ, નેવી, વગેરે સરકારી એજન્સીઓ આ ચછ કોડના સ્કેનર મારફતે બોટને લગતી તમામ માહિતી મેળવી શકશે. થોડા સમય પૂર્વે અહીંના દરિયામાં અન્ય વિસ્તારની બોટના માછીમારો દ્વારા લોકલ ટોકન મેળવ્યા વગર ગેરકાયદેસર રીતે મૂવમેન્ટ થતી હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું, પરંતુ જે-તે સમયે કોઈ નક્કર સિસ્ટમ ન હતી. આ સ્કેનર સાથે પોલીસ દ્વારા લોકલ સ્ટેમ્પ પણ લગાવવામાં આવશે. જેના કારણે પોલીસને કોઈ પણ દુર્ઘટના કે બીનવારસુ બોટ તેમજ શંકાસ્પદ હિલચાલ સહિતની માહિતી આ સિસ્ટમથી મળી રહેશે.
- Advertisement -
રાજ્યમાં સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉ દેશદ્રોહી પ્રવૃત્તિઓ તેમજ હેરાફેરીના અનેક બનાવો પ્રકાશમાં આવ્યા હતા. જેને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના તથા માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં આ અંગે મહત્ત્વના પગલાંઓ લેવામાં આવ્યા છે. જિલ્લાની કોસ્ટલ સિક્યુરિટી વ્યવસ્થાના મહત્વના મુદ્દે પોલીસ તંત્ર દ્વારા જિલ્લાના દરિયામાં માછીમારી કરતા ફિશિંગ બોટના સંચાલકો માટે ખાસ ચછ કોડ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.