સવારથી મીઠાઇની દુકાનોમાં ઘસારો : 25% ભાવ વધારો જોવા મળ્યો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ દેશ ભરમાં આજે વિજયા દશમીના તહેવારની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જૂનાગઢ શહેરમાં દશેરાની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી રહી છે.વિજયા દશમીના દિવસે શહેરના ઝાંઝરડા રોડ, એમજી રોડ તળાવ દરવાજા વિસ્તાર સહીત મીઠાઈની દુકાનોમાં ગ્રાહકોની ઘસારો જોવા મળી હતી અને ખાદ્ય ચીજ વસ્તુના ભાવમાં ઉછાળો થતા મીઠાઈમાં 25% નો વધારો જોવા મળ્યો હતો. મોઠાઇના સ્વાદના શોખીન લોકોએ ઊંચા ભાવ હોવા છતાં મીઠાઈનો સ્વાદ માણ્યો હતો.દશેરાના દિવસે ફરસાણ અને મીઠાઈનો વેપાર કરતા વેપારીને વિજયા દશમી ફળી હતી અને લાખો રૂપિયાનું ટર્ન ઓવર જોવા મળ્યું હતું. દશેરાના શુભ અવસરે આજે સાંજે મયારામ આશ્રમ ખાતે રાવણ પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવશે.



