ધર્મ અને આધ્યાત્મિકનું પવિત્ર પર્વ નવરાત્રિની આજે સમાપ્ત થશે અને આવતીકાલ 2 ઓક્ટોબર, 2025ના રોજ વિજયાદશમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવાશે. દર વર્ષે, આ તહેવાર આસો માસના શુક્લ પક્ષની દશમી તિથિએ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કરીને ધર્મની સ્થાપના કરી હતી. આ જ કારણોસર વિજ્યા દશમીનો તહેવારને અસત્ય પર સત્યના વિજય અને અનિષ્ટના અંતનું પ્રતીક માનવામાં આવે છે.
દેશભરમાં દશેરા વિવિધ સ્વરૂપે ઉજવવામાં આવે છે. વિવિધ જગ્યાએ રામલીલાનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભગવાન રામના જીવન અને લંકા યુદ્ધની ઝલક બતાવવામાં આવે છે. ત્યાર બાદ સાંજના સમયે રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના વિશાળ પૂતળાઓનું દહન કરવામાં આવે છે. તો, ચાલો જાણીએ દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે.
- Advertisement -
દશેરા ક્યારે મનાવવામાં આવશે
પંચાંગ પ્રમાણે આસો મહિનાની દશમી તિથિ 1 ઓક્ટોબર એટલે કે આજે સાંજે 7:01 વાગ્યે શરૂ થશે અને 2 ઓક્ટોબર એટલે કે આવતીકાલે સાંજે 7:10 વાગ્યે સમાપ્ત થશે. ઉદયતિથિ મુજબ, દશેરા 2 ઓક્ટોબર એટલે કે આવતીકાલે ઉજવવામાં આવશે.
શસ્ત્ર પૂજાનું મુહૂર્ત
- Advertisement -
શસ્ત્રોની પૂજાનો શુભ સમય 2 ઓક્ટોબરના રોજ બપોરે 1:21 વાગ્યે શરૂ થશે અને 3:44 વાગ્યા સુધી ચાલુ રહેશે, જે 2 કલાક અને 22 મિનિટ સુધી ચાલશે.
પૂજા કરવાનો શુભ સમય 2:09 વાગ્યે શરૂ થશે અને 2:56 વાગ્યા સુધી ચાલુ રહેશે, જે 47 મિનિટ સુધી ચાલશે.
વાહન ખરીદવાનું શુભ મુહૂર્ત સવારે 10:41 થી 1:39 વાગ્યા સુધી રહેશે.
રાવણ દહન માટે શુભ મુહૂર્ત
દશેરા અથવા વિજયાદશમી પર રાવણ દહન હંમેશા પ્રદોષ કાળ દરમિયાન કરવામાં આવે છે. પ્રદોષ કાળ સૂર્યાસ્ત પછી શરૂ થાય છે. આ દિવસે સૂર્યાસ્ત સાંજે 6:05 વાગ્યે શરૂ થાય છે, અને તે સમય પછી રાવણ દહન શરૂ કરાશે.
આ શુભ કાર્યો માટે દશેરા શુભ
માન્યતાઓ પ્રમાણે દશેરાને નવા કાર્યોની શરૂઆત માટે શુભ માનવામાં આવે છે. આ દિવસે ઘરમાં સમૃદ્ધિ લાવતી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે, અને લોકો તેમના બાળકોને શિક્ષિત કરવા અથવા વ્યવસાય શરૂ કરવાનો સંકલ્પ કરે છે. તે એક એવો દિવસ માનવામાં આવે છે જે જીવનમાં સકારાત્મક ઉર્જા અને સફળતાનો માર્ગ મોકળો કરે છે.
દશેરા પર કોની પૂજા કરવામાં આવે છે?
દશેરા અથવા વિજયાદશમીનો દિવસ ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે રાવણ દહન જ નહીં, પરંતુ પ્રાર્થના અને ધાર્મિક વિધિઓનું પણ વિશેષ મહત્ત્વ રહેલું છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે દશેરા પર દેવી દુર્ગા, ભગવાન શ્રી રામ અને શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે.
દશેરા પર કેવી રીતે કરશો પૂજા
દશેરા પર સવારે સ્નાન કરીને અને સ્વચ્છ કપડાં પહેર્યા પછી લોકો ઘરે અથવા મંદિરમાં પૂજા કરતાં હોય છે. સૌથી પહેલા ભગવાન રામ અને દેવી દુર્ગાનું સ્મરણ કરીને સંકલ્પ કરવામાં આવે છે. સંકલ્પ પછી, દેવતાઓને ફૂલો, ફળો, ધૂપ દીપ અને પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. આ દિવસે નવરાત્રિનું સમાપન હોય છે, તેથી દેવી દુર્ગાની વિશેષ પૂજા કરવામાં આવે છે.