સોમનાથમાં અભૂતપૂર્વ શ્રાવણ 2025: નવી પરંપરાઓ અને ભવ્ય ઇતિહાસનું પુન:ઉત્થાન
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.3
શ્રાવણ માસનો પ્રારંભ તા.25 જુલાઈ રોજ થયેલ અને તા.23 ઓગસ્ટના રોજ શ્રાવણની પુર્ણાહુતી થયેલી હતી. શ્રાવણ માસની પુર્ણીમા,ચાર સોમવારો, જન્માષ્ટમી, સાતમ-આઠમ, અગીયારસ, માસિક- શિવરાત્રી, અમાસ સહિતના પર્વો હર્ષોલ્લાસ સાથે ભક્તિમય વાતાવરણમાં ઉજવાયા હતા. આ શ્રાવણ નવા પ્રકલ્પોના પ્રારંભ સાથે વિશેષ રહ્યો હતો, જેમાં અનેક નવી પહેલ ને કારણે યાત્રી સુવિધાઓ વધુને વધુ સુલભ બની હતી. સોમનાથ મહાદેવના દર્શન, પુજન, અર્ચન કરીને 16.17 લાખથી વધુ ભક્તો ધન્ય બન્યા હતા. તો સાથેજ 50 થી વધુ દેશોમાં 18.32 કરોડ ભક્તોએ વિશ્વના ખૂણે ખૂણે સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો. સોમનાથ તીર્થમાં ખાસ કરીને શ્રાવણના સોમવારો, પૂનમ, માસિક શિવરાત્રી અમાસ દરમ્યાન યોજાતી પાલખીયાત્રા મોટું આકર્ષણ બની હતી, આ સાથે જન્માષ્ટજમી પર શ્રાવણની સર્વાધિક 1.73 લાખ જેટલી દર્શનાર્થીઓની મેદની ઉમટી હતી. માસિક શિવરાત્રિ પર્વે યોજાતા પ્રહર પુજનમાં જ્યોત પુજન, મહાપૂજા, મહાઆરતિ યાત્રીકોની સવિશેષ હાજરી નોંધાઈ હતી.
- Advertisement -
શ્રી સોમનાથ ટ્રસ્ટ , ગુજરાત પ્રવાસન, અને ઈંૠગઈઅ કૃત “વંદે સોમનાથ” કાર્યક્રમ માત્ર એક કલા મહોત્સવ ન રહી સોમનાથની ભૂમિ પર સાંસ્કૃતિક દિવ્યતા અને કલાત્મક વારસાની પુન:પ્રતિષ્ઠા રૂપ મહોત્સવ બન્યો હતો. ભારતીય સંસ્કૃતિ અને ગૌરવના પુન: સ્થાપક આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ- મોદી સાહેબની દીર્ઘદ્રષ્ટિથી સોમનાથ તીર્થ ફક્ત ધાર્મિક જ નહીં,પરંતુ સંસ્કૃતિ ગૌરવમય વારસાનું કેન્દ્ર બની રહ્યું છે – જ્યાં ભક્તિ, ભવ્ય વારસો અને ભારતીયતા એકસાથે અવતરિત થયા હતા. ઇતિહાસમાં જેમ સોમનાથ માં હજારો નૃત્યાંગનાઓ દ્વારા મહાદેવની આરાધના થતી, તે સોમનાથનો કલાત્મક સ્વર્ણિમ સતયુગ આ કાર્યક્રમ થકી ફરી સ્થાપિત થઈ ચૂક્યો હોય તેવી લાગણી સર્જાઈ હતી.
શ્રાવણમાસમાં 45 દેશમાં વસતા 18.32 કરોડ થી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના નિત્યદર્શન, પુજા, આરતી, જીવંત પ્રસારણ સહિતનો લાભ લીધો હતો. શ્રાવણ માસ દરમિયાન નિત્ય દર્શન અને એમના વિશેષ મહાત્મ્ય સમજાવતા વિડિયો તૈયાર કરવામાં આવતા હતા, જેમને પણ ભક્તો દ્વારા વિશેષ પ્રતિસાદ મળેલો હતો.
શ્રાવણ-2025માં રેકોર્ડ 800થી વધુ ધ્વજા પૂજા, 9797 રુદ્રાભિષેક પાઠ, 1200થી વધુ સોમેશ્વર મહાપૂજા કરાવી ભક્તો ધન્ય બન્યા
- Advertisement -
વંદે સોમનાથ કલા મહોત્સવ અંતગર્ત સોમનાથની સદીઓ જૂની નૃત્ય આરાધના પરંપરા પુન: સજીવન કરાઈ
મુખ્યમંત્રીના હસ્તે જિલ્લાની આંગણવાડીના બાળકોને 1 વર્ષ માટે 1 કરોડથી વધુના ખર્ચે 28 ટન લાડુ વિતરણ અભિયાનનો પ્રારંભ
રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રીસોમનાથ મહાદેવના દર્શને પધારેલ હતા ત્યારે તેઓશ્રીના શુભહસ્તે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર-સોમનાથ જિલ્લાના નાના ભૂલકાંઓ માટે પોષણ પ્રસાદ વિતરણ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો. માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા પોતાના હાથે ભૂલકાંઓને લાડુ ખવડાવીને આ સેવાનો પ્રારંભ કર્યો હતો આગામી એક વર્ષ દરમિયાન જિલ્લામાં કુલ 7,00,000 લાડુ આંગણવાડીના ભૂલકાંઓને દૈનિક રૂપે પ્રસાદ રૂપે વિતરણ કરાશે. અંદાજિત રૂ. 1 કરોડના ખર્ચે સોમનાથ મહાદેવના લાડુ પ્રસાદ સ્વરૂપ 28 ટન જેટલો પોષણક્ષમ આહાર બાળકો સુધી પહોંચાડવામાં આવશે.
મહાનુભાવોના આગમન: શ્રાવણ દરમિયાન અનેક મહાનુભાવોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાહેબ, ઉપરાંત લદ્દાખના માન.રાજ્યપાલ શ્રી કવિન્દર ગુપ્તા, ગુજરાતના વન અને પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઇ બેરા, શ્રી ભાનુબેન બાબરીયા, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીન ભાઇ પટેલ, પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શભભ ના ચેરમેન શ્રી જયભાઈ શાહ સહિતના મહાનુભાવો સોમનાથ પધાર્યા હતા.