માહિ મયુર ભજીયા, દ્વારકાધીશ હોટલ સહિતનાઓને લાયસન્સ બાબતે સૂચના
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે સર્વેલન્સ ચેકીંગ દરમિયાન શહેરના મુંજકા ગામ તથા પુનિતનગર મેઈન રોડ વિસ્તારમાં આવેલા ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 41 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં 20 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઈવ કરવામાં આવી હતી તેમજ ખાદ્યચીજોના કુલ 41 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
- Advertisement -
આજરોજ આરોગ્ય વિભાગની ટીમે અમૃતમ નાસ્તા ગૃહ, વલ્લભ ટ્રેડર્સ, ઓમ ડેરી ફાર્મ, દ્વારકાધીશ હોટલ, જરિયા ડાઈનીંગ હોલ, સાંઈ કૃપા ડાઈનીંગ હોલ, જય માતાજી ડાઈનીંગ હોલ, રોનક મદ્રાસ કાફે, રામદૂત રેસ્ટોરન્ટ, રોનક પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, શ્રી દેવ ચામુંડામા પાણીપુરી, જય જલારામ નાસ્તા ગૃહ, ગદાદા રેસ્ટોરન્ટ, આત્મીય કોલ્ડ્રિંક્સ, મોમાઈ હોટલ, મહાદેવ ગાંઠીયા, જય ખોડીયાર મઠો, પટેલ પાણીપુરી, માહિ મયુર ભજીયા અને બીગ ફાસ્ટ ફૂડ સહિતના તમામને લાયસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી તથા રામક્રિષ્ના સ્ટોર, ડીલાઈટ બેકરી, મા ભગવતી ફરસાણ, ક્રિષ્ના અમૂલ પાર્લર, ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર, ગાત્રાળ કોલ્ડ્રિંક્સ, ગાત્રાળ જનરલ સ્ટોર, ગાત્રાળ ફ્લોર મિલ, ખોડલધામ ફાસ્ટફૂડ, સાયોના પ્રોવિઝન સ્ટોર, નીલકંઠ ડેરી ફાર્મ, નાગદાદા હોટેલ, પ્રમુખરાજ ડેરી ફાર્મ, અમી દુગ્ધાલય, બાપા સીતારામ ઘૂઘરા, જી.જી.એમ. સ્વીટ એન્ડ નમકીન, પુષ્ટિ પ્રોવિઝન સ્ટોર, ધારેશ્ર્વર ડેરી, બાલાજી અમૂલ પાર્લર, સીતારામ સુરતી ખમણ, ઘનશ્યામ ડેરી ફાર્મની ચકાસણી કરવામાં આવી હતી, સાથે જ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કુલ 5 નમૂના લેવામાં આવ્યા હતા.
જેમાં રામદેવ ચીલી પાવડર, સોહમ રેશન કાશ્મીરી ચીલી પાવડર, શ્રી વેલ બેક્ડ ફરાળી ખાખરા, તલોદ ફરાળી આટા અને ફરાળીના નમૂના લેવામાં આવ્યા હતા.