જૂનાગઢ શહેરમાં ભૂગર્ભ ગટર, પાણી લાઈનો અને ગેસ પાઇપ લાઈન કામો ઘણા વર્ષોથી ચાલી રહી છે નિયત સમય કરતા ઘણો લાંબો સમય આડેધડ ખોદકામ શરુ થતા સ્થાનિક લોકો હેરાન પરેશાન છે ત્યારે એક બાજુ બોર્ડની પરીક્ષા સમયે જ જોષીપરા છાત્રાલય પાસે રસ્તાઓ ખોદી નાખતા વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે. જયારે ખોદકામ બાદ રસ્તાઓ બનતા ન હોવાથી સ્થાનિકો હેરાન હોય તે સમજ્યા પણ સંકલનના અભાવે આડેધડ રસ્તાઓના કામ શરૂ થતાં સ્થાનિકોની પરેશાની વધી રહી છે. ઇમરજન્સી સમયે ફાયર કે એમબ્યુલન્સને આવવામાં પણ મુશ્કેલી પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.રીક્ષા ચાલકો પણ જોષીપરા વિસ્તારમાં જવા માટે કા તો ના કહે છે અથવા ફરી ફરીને જવાનું હોવાથી વધુ ભાડા માટે માગણીઓ કરવા મજબુર બન્યા છે. જયારે સ્થાનિક વેપારીઓ પણ રસ્તાના કામો સમયસર ન થતાં ક્યાંકને ક્યાંક નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
જૂનાગઢમાં બોર્ડ પરીક્ષા સમયે જોશીપુરા કન્યા છાત્રાલય પાસે રસ્તો ખોદી નાખતા વિદ્યાર્થીઓ હેરાન-પરેશાન થયા

Follow US
Find US on Social Medias