કોલેજ જવાનું કહી ગાર્ડનમાં ફરતી વિદ્યાર્થીનીનું કાઉન્સેલિંગ કરતી શી ટીમ…
શહેરમાં રાઉન્ડ ધ ક્લોક ફરજ નિભાવતાં શી ટીમનાં બહેનો…
- Advertisement -
મહિલા પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા ઓનલાઈન ફ્રોડથી કેમ બચવું,
ગુડ ટચ બેડ ટચ કોને કહેવાય તેના સેમિનાર અને કેરિયર કાઉન્સેલિંગ કરવામાં આવે છે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેર મહિલા પોલીસ સ્ટેશનની સરાહનીય કામગીરી જોવા મળી રહી છે. ઘરેલું હિંસાના કેસમાં કાઉન્સેલિંગ કરવું, મહિલાઓના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ, જાતીય હિંસાના બનાવો ઘટે તે માટે સતત રાત દિવસ કામ કરી રહી છે. મહિલા પોલીસ સ્ટેશનના ઙઈં ભાર્ગવ ઝણકાટે ખાસ ખબરને જણાવ્યું હતું કે, શહેરમાં 5 શી ટીમ કામ કરી રહી છે જેમાં એક ટીમમાં ચાર મહિલા મેમ્બરો હોય છે. જે શહેરમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે. બાગ બગીચા, કારખાના, વૃદ્ધાશ્રમો સહિતની જગ્યાએ સેમિનાર યોજી નારી શક્તિએ જાગૃત રહેવું જોઈએ તેવા સેમિનાર યોજી રહ્યા છે. આ સિવાય સ્કૂલ કે કોલેજમાં ગુલ્લી મારી ગાર્ડનમાં આંટા મારતી વિદ્યાર્થિનીઓનું કેરિયર કાઉન્સેલિંગ કરવામાં આવે છે.
- Advertisement -
હાલ હડાળા ગામમાં શી ટીમે ખેતીવાડીના સાધનોમાં થતું ઓનલાઈન ફ્રોડ તથા મોબાઈલમાં આવતા ઓટીપી બાબતે સમજણ આપવામાં આવી હતી. હાલના સમયમાં બાળ કિશોર કિશોરીઓ સાથે વધતા જતા જાતિય હિંસાના બનાવો બનતા અટકે અને બાળકોને ગુડ ટચ, બેડ ટચ કોને કહેવાય તે અંગેની સમજ લાખાપર તાલુકા શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. તેમજ બાળકો જાતીય હિંસાનો ભોગ ન બને તેની મનોવૈજ્ઞાનિક સમજ આપવામાં આવી રહી છે. મહિલા પોલીસ સ્ટેશનની શી ટીમે અતિશયોક્તિ ભર્યો સોશિયલ મીડિયાનો વપરાશ ટાળવા માટે અપીલ કરી છે. સામાન્ય નોકરીની લાલચ, કોઈ સારી વાત કરે તો લાગણીઓમાં વહીને આંધળો વિશ્વાસ કરી મુકતી હોય છે. ત્યારે યુવતીઓને એક જ અપીલ છે કે કોઈપણ અજાણી વ્યક્તિઓ પર આંધળો વિશ્વાસ ન કરે.
PI ભાર્ગવ ઝણકાટના માર્ગદર્શન હેઠળ મહિલા માટેના જાગૃતિલક્ષી કાર્યક્રમો…
PI ભાર્ગવ ઝણકાટના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ સ્ટેશનની જઇંઊ ટીમ જાતિય સુરક્ષા, સાયબર ક્રાઈમ, સોશિયલ મીડિયા અવેરનેસ અને સેલ્ફ ડીફેન્સના જાગૃતિલક્ષી કાર્યક્રમો કરવામાં આવે છે. વધુમાં ગર્લ્સ હોસ્ટેલ, વૃધ્ધાશ્રમો, જાહેર જગ્યાઓ, સોસાયટી અને અવાવરૂં સ્થળોએ પણ પેટ્રોલીંગ કરવામાં આવે છે.
SHE ટીમની લોકોને ખાસ અપીલ: નોકરીની લાલચ આપીને કોઈ સારી-સારી વાતો કરે તો લાગણીઓમાં વહેવું નહીં…