દરેક શેરી ગલીએ તથા સોસાયટીમાં ગણપતિ બાપાની પ્રતિમા પ્રસ્થાપિત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
ગુજરાતની સંસ્કૃતિ દેશ અને દુનિયામાં અલગ તરવાઈ આવે છે ત્યારે જે પ્રકારે અહીંની સંસ્કુતિ જગવિખ્યાત છે તે જ પ્રકારે ગુજરાતમાં વસતા લોકો પણ અધ્યમિક છે. કોઈ પણ પર્વને અઘ્યામિક દૃષ્ટિથી ઉજવે છે ત્યારે હાલ શ્રાવણ માસ પૂર્ણ થતાં ભાદરવા મહિનાની શરૂઆતથી જ એટલે કે ભાદરવા સુદ ચોથથી ગણપતિ ઉત્સવ શરૂ થાય છે. વર્ષો પૂર્વે ગણપતિ ઉત્સવનો પર્વ મહરસ્ત્માં ઉજવતો હતો પરંતુ હવે આ પ્રવ ગુજરાતમાં પણ ધામધૂમથી ઉજવાય છે
- Advertisement -
ત્યારે ઝાલાવાડ પંથકમાં પણ ઠેર ઠેર ગણપતિ ઉત્સવની તૈયારી પૂર્ણ કરી લગભગ દરેક વિસ્તારો તથા શેરી ગલીઓ અને સોસાયટીમાં ગણપતિની પ્રતિમા સ્થાપિત કરાઈ છે. જોકે ભક્તો પણ ખુબજ ઉત્સાહ પૂર્વક દુંદાળા દેવની પ્રતિમા સ્થાપિત કરી યથાશક્તિ મુજબ ત્રણ, પાચ, સાત અથવા દશ દિન સુધી પૂજા અર્ચના કરશે ત્યારે આજથી શરૂ થયેલ ગણપતિ ઉત્સવ સાથે સમગ્ર ઝાલાવાડ પંથકમાં ભક્તિમય વાતાવરણ પણ ઉભુ થયું છે.