ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.16
અવારનવાર બેફામ બનેલા ડમ્પર ચાળોના અકસ્માતના સમાચાર આવતા રહે છે. તેવામાં સુરેન્દ્રનગરમાં કલેકટર કચેરીના ગેટ પાસે જ ઓવરલોડ બમ્પરનો એસ.ટી.બસ સાથે સર્જાયો અકસ્માત.
શહેરમાં અવરલોડ ખનીજ ભરેલા ડમ્પરો પસાર ન કરવાનું જાહેરનામું બહાર પાડેલું હોવા છતાં પણ કલેક્ટર કચેરી નજીકથી બેફામ રીતે પસાર થઈ રહ્યા છે. આવ જ એક બેફામ દોડતા ડમ્પરે સુરેન્દ્રનગરની કલેકટર કચેરીના ગેટ બહાર જ ધડાકાભેર પેસેન્જર ભરેલી એસ.ટી.બસ સાથે અકસ્માત સર્જ્યો હતો.
ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રૂૂટની પેસેન્જરો ભરેલી એસ.ટી બસ સાથે અકસ્માત સર્જાતાં જ તક મેળવી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. આકસ્માત પછી લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. ખુદ અધિક કલેકટર પોતાની ઓફીસ છોડી દોડી આવ્યા અને ઓવરલોડ ડમ્પર મુકીને નાસી ગયેલા ડ્રાઈવરની તપાસના આદેશ પોલીસને આપ્યા હતા. સદનસીબે એસ.ટી.બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને કોઈ પણ પ્રકારની ઇજા નહોતી પહોંચી. આ અકસ્માત બાદ જાહેરનામું કલેક્ટર કચેરી નજીક પણ માત્ર કાગળ ઉપર હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો. અને પોલીસના કાયદા સામે ઘણાં સવાલ ઉઠયા છે.