રોડ વચ્ચે રેતી પડેલી હોવાથી ક્રેટ કારનું અકસ્માત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ થઈ ગયેલા ખંજન માફીયાઓ અધિકારીઓને પણ ગાંઠતા નથી પરંતુ ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવતી કાર્યવાહીને લઈને ખનિજ માફિયાઓને મનમાં ડર જરૂર બેસી ગયો છે તેવામાં ચોટીલા હાઇવે પર ગેરકાયદે રેતી ભરેલા ડમ્ફર ચાલકને પ્રાંત અધિકારીની વિગત મળતા જ હાઈવે પર ચાલુ ડમ્ફરે રોડ વચોવચ રેતી ઉલાળીને નાશી ગયો હતો જ્યારે રોડ વચ્ચે આ રેતી હોવાના લીધે હાઈવે પરથી નીકળેલી ક્રેટ કારનો અકસ્માત પણ થયો હતો જોકે સદનસીબે કારમાં સવાર રાહદારીઓને ઇજા પામી નથી પરંતુ આ પ્રકારે ખનિજ માફિયાઓની દાદાગીરી લઈને કડક કાર્યવાહીનીંગ ઉઠવા પામી છે.