ડમીકાંડ 13 આરોપીઓ પકડી પોલીસે સંતોષ માન્યો: 36માંથી માત્ર 13 આરોપીઓને જ પોલીસ પકડી શકી
ખાસ-ખબર સંવાદદાતા
ભાવનગરમાં તોડકાંડની તપાસમાં ડમી ઉમેદવાર કાંડ ભુલાયો હોવનું લાગી રહ્યું છે. જેમાં પોલીસ દ્વારા 36 આરોપીઓની સામે ફરિયાદ નોંધાવી હતી પરંતુ હજી સુધી માત્ર 13 જ આરોપીઓની ધરપકડ કરીને સંતોષ માની રહી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે અન્ય આરોપીઓ હજી પણ પોલીસ પકડથી ઘણાં દૂર છે. જ્યારે પોલીસે આ મામલે પ્રથમ ફરિયાદ નોંધાવી હતી ત્યારે 36 આરોપીઓના નામનો ઉલ્લેખ કર્યો હતો. જેમાંથી 13 જેટલાની ધરપકડ કરવામાં આવી છે. આ સામે બીજી તરફ ડમીકાંડમાં કુલ 57 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાંથી જે નવા આરોપીઓનો ઉમેરવામાં આવ્યા છે, તે ઘણાં તોડકાંડ સંબંધિત અને તેના સાથે સંકળાયેલા છે. જેમાં ડમીકાંડ સાથે કોઈ પણ નવા આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી નથી.
આ તરફ તોડકાંડ ની તપાસ કરતી ભાવનગર પોલીસ ડમી ઉમેદવાર કાંડ ભૂલી હોય તેવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે. કારણકે આરોપીઓમાં જેમના નામ છે તેવા હજુ પણ 23 શખ્સો પોલીસ પકડ થી દુર છે. ત્યારે આ મામલો યુવરાજસિંહના પૈસા અને તેની આસપાસ ફરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે કેટલાંક એવા પણ અનુમાન સામે આવી રહ્યા છે કે, યુવરાજસિંહ જાડેજા ડમીકાંડ થી તોડ કાંડમાં મુખ્ય માહિતગાર હોય તેવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે. જ્યારે તોડકાંડમાં તમામ 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરી લધી છે.