ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.1
રાજ્યમાં વરસાદના પગલે મોટાભાગના જિલ્લામાં વાહન-વ્યવહાર ખોરવાયો છે. રાજ્યના કુલ 30 રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ કરાયો છે. જેમાં 2 સ્ટેટ હાઇવે, 26 પંચાયત અને અન્ય 2 રોડ મળીને કુલ 30 રસ્તા અવિરત વરસાદને પગલે પાણી ભરાતા બંધ કરાયા છે. સૌથી વધુ સુરત જિલ્લામાં પંચાયત હસ્તકના 9 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાતમાં મેઘરાજા મોડી રાત્રિથી જોરદાર બેટિંગ કરી રહ્યાં છે. સમગ્ર રાજ્ય વરસાદથી ભીંજાઈ ગયું છે. અમરેલી, અમદાવાદ, જૂનાગઢ, ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ વરસતાં જગતનો તાત ખુશ થયો છે.
- Advertisement -
કુતિયાણામાં 8 ઇંચ વરસાદ ખાબક્યો
પોરબંદર જિલ્લામાં અનારાધાર મેઘકૃપા, કુતિયાણામાં 8 ઇંચ વરસાદ સમગ્ર રાજ્યમાં મેઘરાજાની કૃપા જોવા મળી રહી છે. ત્યારે પોરબંદર જિલ્લામાં પણ રવિવારની રાત્રીના મેઘરાજા મનમુકી વરસ્યા હતા. સાર્વત્રિક 2થી 7 ઇંચ જેટલો વરસાદ પડતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. તેમાં કુતિયાણામાં અનરાધાર વરસ્યો હોય તેમ 8 ઇંચ વરસાદ નોંધાયો હતો, આ વિસ્તાર જળમગ્ન બની ગયો હતો. પોરબંદરમાં પણ બે ઇંચ જયારે રાણવાવમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો.
કચ્છ, દ્વારકા સહિતના જિલ્લામાં NDRFની 9 ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
ભારતીય હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે રાજ્યમાં ગઉછઋની 9 ટીમો તૈનાત રખાઇ છે. નર્મદા, કચ્છ, રાજકોટ, ભાવનગર જિલ્લામાં ગઉછઋ ટીમને સ્ટેન્ડ બાય રખાઇ છે. વલસાડ, દ્વારકા, અમરેલી ગીર સોમનાથ અને સુરતમાં પણ ગઉછઋની 1-1 ટીમ એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.