ભ્રષ્ટાચાર મુક્ત શાસનની નેમ સાથે પ્રજાલક્ષી સુશાસન એ જ ભાજપ સરકારનું લક્ષ્ય: ભૂપત બોદર
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લા પંચાયતનો કાર્યભાર સંભાળતાંની સાથે જ પ્રમુખ દ્વારા જિલ્લા પંચાયત કેમ્પસમાં સીસીરોડના નબળા કામ બાબતે કરવામાં આવેલ ફરિયાદના પગલે ગુણવત્તા નિયમન વિભાગનો રિપોર્ટ આવતાં એજન્સીનું પેમેન્ટ ન કરવા આદેશ કર્યો હતો અને તે જ એજન્સી પાસે ગુણવત્તાયુક્ત સીસીરોડનું કામ કરાવવા આદેશ કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદરની એક યાદીમાં જણાવાયું છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તથા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલના માર્ગદર્શન હેઠળ રાજ્યની ભાજપ સરકાર દ્વારા સર્વાંગી વિકાસ હાથ ધરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યની ભાજપ સરકાર દ્વારા અનેક લોકકલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે અને ભ્રષ્ટાચારમુક્ત સુશાસનની નેમ સાથે ત્યારે જિલ્લા પંચાયતનો કાર્યભાર સંભાળ્યો છે ત્યારે પંચાયત કેમ્પસમાં ગત વખતની બોડીના કાર્યકાળમાં બનાવેલ સી.સી. રોડનું અત્યંત નબળુ કામ થયું હતુ તે બાબતે સરકારમાં પ્રમુખ ભૂપતભાઈ બોદર દ્વારા કરવામાં આવેલી ફરીયાદને ગ્રાહ્ય રાખવામાં આવી છે.
- Advertisement -
અને સરકાર દ્વારા ગુણવત્તા નિયમન વિભાગને તપાસ સોંપવામાં આવ્યો જેનો રીપોર્ટ આવતા રીપોર્ટ પ્રમાણે ધારાધોરણ મુજબ કામ થયેલું ન હોવાથી તેમજ નબળી ગુણવત્તાનું કામ થયેલું તેવો સ્પષ્ટ રીપોર્ટ ગુણવત્તા નિયમન વિભાગ દ્વારા આવતા તે જ એજન્સી પાસે ફરીથી ધારાધોરણ મુજબ ગુણવત્તાયુક્ત રોડ તૈયાર કરાવવા આદેશ કરવામાં આવ્યાં છે, જ્યાં સુધી એજન્સી દ્વારા સી.સી. રોડની સંતોષકારણ કામગીરી પુર્ણ કરવામાં ન આવે ત્યાં સુધી પેમેન્ટ ન કરવા પણ સુચના આપવામાં આવી છે. રાજકોટ જિલ્લા પંચાયત કચેરી કમ્પાઉન્ડમાં બનેલ સીસી રોડના ભ્રષ્ટાચારમાં સંડોવાયેલ તમામ લોકો સામે કડક શિક્ષાત્મક પગલા લેવામાં આવે તેવી રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદરે સરકારમાં રજુઆત કરી છે.