યુવકે કાયદો ન તોડ્યો હોવા છતાં વઘાડા આઉટ પોસ્ટના હેડ કોન્સ્ટેબલે ચેમ્બરમાં આરોપીની જેમ બેસાડ્યો: પોલીસ સામે પરિવારજનોએ રોષ ઠાલવ્યો
કાયદાકીય રીતે લગ્ન કરીને પાટડી પોલીસ મથકે નિવેદન લખાવવા આવેલા પતિ-પત્નીને કલાકો સુધી બેસાડી રાખ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.8
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વઘાડા આઉટ પોસ્ટ હેઠળ આવતા એક ગામની પુખ્તવયની દીકરી પરિવારને જાણ કર્યા વિના પોતાની મરજીથી એક યુવક સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન કર્યા બાદ પતિ-પત્ની પાટડી પોલીસ મથકે નિવેદન લખાવવા પહોંચ્યા હતા ત્યારે વઘાડા આઉટ પોસ્ટના હેડ કોન્સ્ટેબલ ગણપતભાઈના વ્યવહારથી યુવક અને તેના પરિવારજનોમાં રોષની લાગણી પ્રસરી જવા પામી હતી બનાવની મળતી માહિતી મુજબ યુવક અને યુવતી કાયદાકીય રીતે પતિ પત્ની બની ગયા બાદ પોલીસ મથકે નિવેદન લખાવવા આવ્યા હતા જ્યાં તેમને ખાખીના વ્યવહારથી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
નિવેદન લખીને તુરંત જવા દેવાના બદલે કલાકો સુધી વઘાડા આઉટ પોસ્ટના જવાબદાર અમલદાર હેડ કોન્સ્ટેબલ ગણપતભાઈ દ્વારા દીકરીને યુવકને છોડી પરિવાર સાથે જવા માટે સતત માનસિક ટોર્ચર કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતુ જેને લીધે પરિવાર જનોએ પોલીસ સામે રોષ ઠાલવ્યો હતો જ્યારે આ બાબતે યુવકના પિતરાઈ ભાઈ સામાજિક કાર્યકર પિયુષભાઈ સિંઘલ દ્વારા પોલિસને કાયદા વિરુદ્ધ ખોટી રીતે પતિપત્નીને અને યુવકના પરિવારજનોને કનગડત ન કરવા અને માનસિક ટોર્ચર ન કરવા સ્પષ્ટ જણાવવામા આવ્યું હતુ આ બાબતે પાટડી પીએસઆઇને જણાવતા અંતે તુરંત નિવેદન લઇ યુવક અને યુવતી સોંપવામાં આવી હતી અને મામલો થાળે પડ્યો હતો
વઘાડા આઉટ પોસ્ટના બીટ જમાદાર ફરી વિવાદમાં આવ્યા
- Advertisement -
કાયદાકીય રીતે લગ્ન કરીને આવેલ પતિ-પત્નીને કલાકો સુધી બેસાડી રાખી માનસિક ટોર્ચર કરવાનો પ્રયાસ હેડ કોન્સ્ટેબલ ગણપતભાઈ દ્વારા કરવામાં આવ્યો હતો વઘાડા આઉટ પોસ્ટના જમાદાર ગણપતભાઈ પર થોડા દિવસો પહેલા ઉપરીયાળાના યુવકને માર માર્યો હોવાનો આક્ષેપનો મામલો હજુ શાંત નથી થયો ત્યારે પતિ પત્નીને કલાકો સુધી પોલીસ મથકે બેસાડી રાખતા પોલીસની છબી ખરડાય તેવી સ્થિતિ ઉદ્ભવ થવા પામી હતી.
PSIએ નિવેદન લઈ પતિ-પત્નીને જવા દીધા અને મામલો થાળે પડ્યો
પાટડી પીએસઆઇ એમ.બી. વિરજાને આ બાબતની જાણ થતા તુરંત યુવકના પરિજનો પાસે ચર્ચા કરી નિવેદન લઈ યુવકને તેની પત્ની સોંપી દેવામાં આવી હતી અને પોલીસની છબી ખરડાય નહીં તેના માટે કાયદાકીય મદદ કરવામાં આવી હતી.