વોશિંગ્ટનમાં ભારતવંશીઓ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જયશંકરે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીના કારણે આજે વિશ્વમાં ભારતનો અવાજ પ્રભાવ પાડે છે. આજે વિશ્વમાં ભારતનું મહત્વ છે.
યુનાઇટેડ એસેમ્બલીના વાર્ષિક સત્રમાં ભાગ લેવા અમેરિકા આવેલા વિદેશ પ્રધાન એસ જયશંકરે ન્યૂયોર્કમાં વિશ્વના અનેક નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ પછી રવિવારે તેમણે વોશિંગ્ટનમાં ભારતવંશીઓ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીના કારણે આજે વિશ્વમાં ભારતનો અવાજ પ્રભાવ પાડે છે. આજે વિશ્વમાં ભારતનું મહત્વ છે.
- Advertisement -
ભારતનું વિશ્વમાં મહત્વ
જયશંકરે ન્યૂયોર્કમાં વિશ્વના નેતાઓ સાથેની પોતાની બેઠકોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેઓ આ બેઠકોમાં મળેલા પ્રતિસાદના આધારે આ વાત કહી રહ્યા છે. યુએસ ઇન્ડિયા ફ્રેન્ડશિપ કાઉન્સિલ અને ફાઉન્ડેશન ફોર ઇન્ડિયા દ્વારા આયોજિત વોશિંગ્ટનમાં ભારતવંશીઓ સાથેની વાતચીતમાં બોલતા જયશંકરે કહ્યું હતું કે પીએમ મોદીના નેતૃત્વ અને નીતિઓને કારણે ભારતને વૈશ્વિક સ્તરે ગંભીરતાથી લેવામાં આવી રહ્યું છે. આજે આપણા મંતવ્યો મહત્વના છે, અમારા મંતવ્યોને ગંભીરતાથી લેવામાં આવે છે. હું છેલ્લા છ દિવસમાં ન્યૂયોર્કમાં વિવિધ દેશોના નેતાઓ સાથેની બેઠકોના આધારે આ વાત કહી રહ્યો છું.
યૂક્રેન યુદ્ધના લીધે ખોરાક ઇંધણની કટોકટી
યૂક્રેન યુદ્ધ પર પૂછાયેલા સવાલના જવાબમાં જયશંકરે કહ્યું કે આજે દુનિયાનો સ્વભાવ એવો બની ગયો છે કે મોટા સંઘર્ષોની સમગ્ર દુનિયા પર જબરદસ્ત અસર પડે છે. આજે, આખું વિશ્વ ખોરાક અને ઇંધણની કટોકટીનો સામનો કરી રહ્યું છે. આ યુદ્ધનાં ઘણાં પાસાં છે અને એમાંનાં કેટલાંક પાસાં પહેલાં ઉકેલી શકાયાં હોત.
સભામાં ભાગ લેવા ઘણા લોકો આવ્યા
ભારવંશીઓ સાથેની આ વાતચીતમાં ભાગ લેવા માટે લોસ એન્જલસ અને હ્યુસ્ટન સુધીના ભારતીય-અમેરિકનો પહોંચ્યા હતા. રવિવારે વિદેશ મંત્રી ન્યૂયોર્કથી અમેરિકાની રાજધાની વોશિંગ્ટન પહોંચ્યા હતા. ન્યૂયોર્કમાં, તેમણે સંયુક્ત રાષ્ટ્રની વાર્ષિક સામાન્ય સભામાં ભાગ લીધો હતો અને ઘણા દેશોના પ્રધાનો અને નેતાઓ સાથે ચર્ચા કરી હતી.
- Advertisement -
વિદેશી મંત્રીઓ સાથે મુલાકાત
વોશિંગ્ટનમાં વિદેશ મંત્રી જયશંકર અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કેન, રક્ષા મંત્રી લોઈડ ઓસ્ટિન અને અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન સાથે મુલાકાત કરશે. તે અમેરિકન બિઝનેસ લીડર્સ અને થિંક ટેન્ક્સ સાથે પણ ચર્ચા કરશે.
અમેરિકા પાકિસ્તાનના સબંધો પર સવાલો કર્યા
અમેરિકા-પાકિસ્તાનના સંબંધો પર જયશંકરે કહ્યું કે, આ સંબંધ બંને દેશોમાંથી કોઈ એક પણ દેશના કામના નથી. વિદેશ મંત્રીએ આ વાત પાકિસ્તાનની એફ-16 વિમાનોના કાફલા માટે 45 કરોડ ડોલરના મેન્ટેનન્સ પેકેજની મંજૂરી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું. “અમેરિકા-પાકિસ્તાનના સંબંધો એવા છે કે જેણે ન તો પાકિસ્તાનને સારી રીતે સેવા આપી છે અને ન તો અમેરિકાના હિતોની. યુ.એસ.એ વિચારવું જોઈએ કે આ સંબંધના ફાયદા શું છે અને તેમને તેનાથી શું ફાયદો થાય છે?